________________
૨૩૨
મૂળ જૈન ધર્મ અને
જિનકલ્પના આચાર રહેણીકરણું જુદી જ ઠરાવી દીધી! કે જે વાત મૂળ મૂત્રમાં ક્યાંય છે જ નહિ.
અને જિન ભદ્રગણિ ક્ષમાશ્રમણે તે વિશેષાવશ્યક ભાષ્યમાં જંબૂ સ્વામીના મોક્ષગમન પછી જિનક૯૫ વિકેદ ગયાની ઘોષણા કરી દીધી.
આ પ્રમાણે કેટલાય પૂર્વચાર્યોએ મૂળ અચેલક આચાર ધર્મને છુપાવીને વધતા જતા શિથિલાચારને પુષ્ટ કરવા માટે અનેક નવી નવી વાત ઉપજાવી કાઢી કે જે એક રીતે કહીએ તે ઉત્સવ પ્રરૂપણું જ કહેવાય.
જિનક૯૫ દશ પૂર્વથી વધુ જ્ઞાન વાળા જ ધારણ કરી શકે એવી વાત પણ મૂળમાં કયાંય નથી પણ પાછળથી પૂર્વાચાર્યે ઉપજાવી કાઢેલ છે. તેમજ અચેલક સાધુ જિનકલ્પી જ હોય એવું વિધાન પણ આચારાંગ સૂત્રમાં નથી. તથા અચેલકપણું પહેલા જ ઋષભ નારા સંઘયણવાળા જ પાળી શકે એ પણ કોઈ નિયમ નથી. આજે પણ અચેલકપણું પાળવામાં આવે છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે.
જિનકલ્પ ઉગ્રત૫ પ્રધાન છે જિનક૯પી માટે બનાવેલા નિયમે ઉગ્ર તપ પ્રધાન છે. અને તેથી તે નિયમે પહેલા સંઘયણવાળા સાધુથી જ પાળી શકાય એમ કહેવું તે કેટલેક અંશે વ્યાજબી ગણાય.
પરંતુ અચલકત્વ અને તપ એ બે જુદી જુદી વસ્તુ છે. અચેલક સાધુએ પણ તપ કરવાને જ ને પરંતુ છે શરીરની શકિત પ્રમાણે કરવાને છે. પણ અચેલકત્વ ધારણ કર્યું માટે જિનકલ્પી માટે બનાવેલા નવા નિયમો અનુસારને ઉગ્ર તપ કરવાનું અચેલક સાધુ માટે ફરજીયાત નથી. એટલે અચેલકત્વ પહેલા સંધયણ વાળો જ ધારણ કરી શકે એવો નિયમ નથી.
- પંચમ આરાના દુષ્ટ કાળના પ્રભાવે તાંબરે ઉપર અસર કરી અને તેમને સચેલકત્વ માટે આગ્રહી બનાવ્યા તો તેવી જ રીતે કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org