________________
૨૨૮
મૂળ જૈન ધમ અને
શ્વેતાંબર કથાઓમાં અનેક ઠેકાણે આવે છે અને સ્થાનકવાસી તેના બચાવ કરતાં કહે છે કે ગૃહસ્થવેષમાં કેવી ઢાય ત્યારે વદન કરવાથી વ્યવહારમાં ખાટી માન્યતા પ્રસરે ! એ પણ એક લૂલે ખચાવ છે.
ખરી વાત એ છે કે આ પણ શ્વેતાંબરાનુ એક ઉપજાવી કાઢેલું વિધાન છે. અને તેના મૂળ આશય શ્વેતાંબરત્વનું પ્રતિપાદન કરવાને છે. કેવળા પણ નગ્ન નથી રહેતા અને વસ્ત્ર પહેરે છે તે બતાવવા માટે અથવા સિદ્ધ કરવા માટે આ વિધાન તથા તે કથાઓ ઉપજાવી કાઢેલ છે.
ઉત્તરાધ્યન ૨૩-૩૨મી ગાથા ટાંકીને મુનિશ્રી પાકુમારજી લિંગ ધારણ કરવાના ત્રણ કારણ બતાવે છે—(૧) લેાકવિશ્વાસ, (૨) સંયમ યાત્રાનિર્વાહ અને (૩) નાનાદિશ્રહણ. તેમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી કેવળીને ત્રીજું કારણ રહેતુ નથી. પણ પહેલા એ કારણથી લિંગ ધારણ કરવું જોઈએ એમ મુનિશ્રી પ્રતિપાદન કરે છે.
પરંતુ સંયમ યાત્રાનુ` મૂળ જ કેવળ જ્ઞાન છે તે પ્રાપ્ત થયા પછી સંયમ યાત્રા રહે શી રીતે ? અને કેવળી માટે તેા તેમના કેવળ જ્ઞાનથી જ લેાક–વિશ્વાસ ઉત્પન્ન થાય છે. ઉપરના ત્રણ કારણે! સામાન્ય મુનિને લાગુ પડે છે પણ કેવળીને લાગુ પડતા હોય એમ દેખાતુ નથી. અને એ ગાથા પણ સામાન્ય સાધુ માટે ઉચ્ચારાઈ છે પણ કેવળી માટે ઉચ્ચારાઈ નથી.
અને સાધુ મુતિ માટે સામાન્ય રીતે નગ્નત્વ જ ભગવાને પ્રરૂપેલું છે તે નગ્નત્વને જ સાધુનું લિંગ શા માટે ન ગણવું?
ભરત મહારાજે કેવળી થતાં.
નગ્નત્વ ધારણ કર્યું હતુ
ભરત મહારાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેનું વર્ણન કરતાં જબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં સૂત્રકાર કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org