________________
=
=
મૂળ જેન ધર્મ અને આમ કહી નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરનું ચરિત્ર આપવાનું કારણ કહી બતાવેલ છે.
આચારંગ સત્રના આગલા અધ્યયનેમાં તે અચલકત્વનું જ પ્રતિપાદન કરેલું છે અને ટીકાકાર પણ કહે છે કે ભગવાને પોતે એ જ આચાર પાળેલો હતો. ઉપરની ગાથા પણ સાબિત કરે છે કે એક વર્ષ પછી જીવન પર્યત ભગવાન અલક રહ્યા હતા,
આમ સ્પષ્ટ વાત દેખાતી હોવા છતાં ભગવાને સલકત્વ જ પ્રરૂપ્યું છે એમ કહેવું કે માનવું એમાં સંપ્રદાયવાદ સિવાય શું હોઈ શકે?
વળી આ ઉપરથી બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય છે તે આ પ્રમાણે– (૧) પહેલાના ત્રેવીસ તીર્થકોએ દેવદૂષ્ય સ્વીકાર્યું હતું તો વીર
ભગવાનની માફક તેમના વસ્ત્ર ત્યાગને કાળ કેમ નથી કહ્યો ? (૨) જે ભગવાને સચેલક લિંગની પ્રરૂપણા માટે વસ્ત્રગ્રહણ કર્યું હતું
તે પછી તેમને તે વસ્ત્રને વિનાશ ઇષ્ટ કેમ ? (૩) અથવા એક વસ્ત્રને નાશ થયો તે પછી બીજું ગ્રહણ કેમ
ન કર્યું ? (૪) પૂર્વાચાર્યોએ મહાવીરને ધર્મ અલક કહ્યો છે તે શું ખોટું માનવુ? (૫) “નવસ્થાન “માં કહ્યું છે કે–“જેમ હું અચેલ છું તેમ અંતિમ
તીર્થકર પણ અચેલ હશે.” તે પણ ખોટું કરશે.
યાપનીય સઘના આચાર્ય અપરાજિતસૂરિ આચારાંગ સૂત્રમાં પ્રતિપાદન કરેલ છે તે પ્રમાણે અચેલકતનું સમર્થન કરતા અને વેતાંબર માન્ય સૂત્ર શાસ્ત્રને માનતા અને દિગબરોએ એટલા માટે તેમને ખચ્ચર ”ની ઉપમા આપી છે, તેમણે પણ લખ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org