________________
હાલના સંપ્રદાયો પ્ર. ૧૪
૨૧૫
કોઈ આચાર્યો તે સૂત્ર લખેલ છે. અને સૂત્રકારે સાધુની વાતમાં લખે તેવી રીતે સાધ્વીની વાતમાં પણ અહીં ભૂલથી તેમણે નગ્નભાવ શબ્દ લખી નાખ્યો હોય એમ સમજી શકાય છે. અથવા
લહીઆની ભૂલથી તે શબ્દ ઉમેરાઈ ગયો હોય તે પણ સંભવિત છે. (૫) સંપ્રદાયવાદીઓએ પોતે પ્રસિદ્ધ કરેલ અંતકૃત દશા સૂત્રમાં એ
શબ્દને નગ્નભાવ કે ભાવનગ્ન અર્થ નહિ કરતાં “સંયમ” અર્થ જ કરેલો છે.
આથી સાબિત થાય છે કે તે શબ્દ પ્રક્ષિપ્ત છે. અને તેના આધારે સાધુ માટે નગ્નત્વને અસ્વીકાર કરવાની ચેષ્ટા કરવી તે દુરાગ્રહ છે. તર્ક ૯ તીર્થકરનું દેવદૂષ્ય વસ્ત્ર
ભગવાન મહાવીરે સચેલકત્વ પ્રતિપાદન ક્યું છે એમ બતાવવા માટે સંપ્રદાયવાદીઓ આચરાગ સુત્રના બીજા મૃત સ્કંધના નવમા અધ્યયનની ગાથા ૨ તથા ૪ ઉધૂત કરેલ છે. તે માથામાં લખ્યું છે કે –
તીર્થકરોની પર પરાનું પાલન કરવા માટે ભગવાન મહાવીરે દેવદૂષ્ય વસ્ત્ર એક વર્ષથી અધિક વખત સુધી રાખ્યું હતું અને પછી નગ્ન બન્યા હતા.”
આ ગાથા એ તો સાબિત કરે છે કે એક વર્ષ પછી ભગવાન તદ્દન નગ્ન રહ્યા હતા. અને તે પછી જીવનપર્યત નગ્ન જ રહ્યા.
હવે આ નવમાં આધ્યયનનો તેની પહેલાંના આઠમા અધ્યયન સાથે શું સંબંધ છે તે બતાવતાં ટીકાકાર શું લખે છે તે જુઓ–
“પહેલા આઠ અધ્યયનમાં જે આચારને વિષય કહ્યો છે તે તે શ્રી વીર વર્ધમાનસ્વામીએ પિતે પાળેલો હતો. તેથી તે નવમા અધ્યયનમાં કહે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org