________________
૨૦૯
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ કમળતા, સુંવાળપ અને મજબૂતાઈ જોઈ તેમાં મોહભાવ ઉત્પન્ન થાય છે, રાગ થાય છે અને તેને કહેર, ખરબચડે કે લુખો સ્પર્શ, જલદી ફાટી જવું વિગેરે દોષ જોઈને તેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. વસ્ત્રનો ત્યાગ કરવાથી એવા કોઈ પણ રાગાદિ દેષ રહેતા નથી.
વસ્ત્રધારી ભલે મોટેથી કહે કે “વત્ર તરફ મને મૂર્છા નથી.” પણ એ ફક્ત બાહ્ય શબ્દમાં જ રહે છે. બાકી પિતાને મન ગમતું વસ્ત્ર ન મળ્યું કે તરત મનમાં કલેશ પેદા થાય છે અને મન ગમતું મળવાથી ખુશાલી ઉત્પન્ન થાય છે. અને એ જ મૂછ છે.
સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ એ જ મુક્તિ માર્ગ છે. વસ્ત્રધારીએ પિતાને મૂછ ટળી ગઈ છે એવો ઢોંગ કરવાને બદલે એમ ચિંતવવું જોઈએ કે મને પરિસહીનો ભય હોવાથી પાપોદયથી આ વસ્ત્ર પાત્રાદિ ગ્રહણ કર્યા છે. એમ મનમાં પશ્ચાતાપૂર્વક કહે તે આસ્તે આતે તે મૂર્છા ઓછી કરી શકે. પણ વસ્ત્રની જરૂરીઆતના હિમાયતીને મૂછ નથી એ કદી કહી શકાય નહિ,
વસ્ત્રાદિ બાહ્ય પરિગ્રહનો ત્યાગ આંતરિક કષાયોને ત્યાગ કરવામાં સહાયક, ઉપકારી થાય છે એટલે મૂચ્છના નાશ માટે બાહ્ય ત્યાગ તે પહેલો જરૂર છે. અને સંપૂર્ણ મૂર્છાનો ત્યાગ ત્યારે જ થાય કે જ્યારે પોતાના શરીર ઉપરની મમતા પણું ટળી જાય. અને એવા સાચા મૂચ્છ–ત્યાગીને વસ્ત્રની ઈચ્છા હોઈ જ ન શકે.
મુચ્છ એ પરિગ્રહ છે તેનો અર્થ એ જ છે કે જ્યારે વસ્ત્ર, પાત્ર, શિષ્ય વગેરે જગતની સર્વ બાહ્ય વસ્તુઓ ઉપરની મૂચ્છ સંપૂર્ણ પણે ટળી જાય અને આત્યંતર રીતે સર્વ રાગ ભાવને નાશ થાય, સર્વ કષા ટળી જાય, શરીરના ઉપરના મોહને પણ નાશ થાય ત્યારે જ તેને મૂચ્છને નાશ થયો કહેવાય અને તેજ અપરિ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org