________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
૧૮૯ ફકત ઠંડીમાં એઢવા માટે જ
ત્રણ વસ્ત્રની છૂટ આચારાંગ સૂત્રના આઠમા વિક્ષ અધ્યયનના ચોથા ઉદેશામાં સૂત્ર ૧-૨ માં લખ્યું છે કે
જે ભિક્ષુ ત્રણ વસ્ત્ર અને ચોથું પાત્ર રાખે છે તેને એમ નથી થતું કે શું વસ્ત્ર માગીશ. (જે તેની પાસે વસ્ત્ર ન હોય અને શીત કાળ આવી જાય તે) તેણે એષણાને અનુસાર જ વસ્ત્ર માગવું જોઈએ અને જેવું મળે તેવું જ રાખવું જોઈએ. તેણે વસ્ત્રને છેવું ન જોઈએ. ધોઈને રંગેલું વસ્ત્ર તેણે રાખવું ન જોઈએ. ગામતરે જતાં વસ્ત્રો છૂપાવવા ન જોઈએ. એ પ્રમાણે એ અવમલક એટલે અલ્પવસ્ત્રવાળા સાધુ થાય છે. આ વસ્ત્રધારી સાધુની સામગ્રી છે.
જ્યારે શીતકાળ વીતી જાય અને ગ્રીષ્મ ઋતુ આવી જાય ત્યારે વસ્ત્ર જીર્ણ ન થયાં હોય તો તેને કયાંય રાખી દીએ (અને નગ્ન વિહાર કરે. પણ શીતકાળ ચાલી જવા છતાં ઠંડી પડતી હોય તો ) વસ્ત્રોને પિતાની પાસે રાખે, જરૂર પડે ત્યારે ઓઢે, જરૂર ન હોય ત્યારે ઉતારી નાખે, અથવા ત્રણમાંથી બે વસ્ત્ર રાખી લીએ અથવા એક શાટક રાખી લીએ અથવા અલ-નગ્ન થઈ જાય.”—સળંગ સૂત્ર ૨૧૧ ૨૧૨ ,
અહીંઆ ફક્ત ઠંડીમાં ઓઢવા માટે એકથી ત્રણ વસ્ત્ર સુધી રાખવાની છૂટ આપી છે પણ ઠંડી ઊડી ગયા પછી એક પણ વસ્ત્ર રાખવાની વાત નથી, કંટી ચાલી જતાં તે વસ્ત્ર કયાંય પણ રાખી મૂકીને સાધુ અલ-નગ્ન થઈ જાય એમ રસ્પષ્ટ આજ્ઞા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org