________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
શ્રી જંબૂ સ્વામી પછી થયેલા આચાર્યોના વેતાંબર જે નામે આપે છે તેમાં અને દિગંબર જે નામ આપે છે તેમાં તફાવત છે. પરંતુ વેતાંબરના આચાર્યોના નામમાં જ આર્યરક્ષિત સૂરિનું નામ છે. તે આચાર્યના વખત સુધી સર્વ સાધુએ નગ્ન જ રહેતા હતા.
આચારાંગ સત્રમાં પ્રરૂપે
સાધુ ધમ સાધુઓના આચાર માટેનું ભ. મહાવીરે પ્રરૂપેલું આચારાંગ સૂત્ર એ મૂળ અને મુખ્ય સૂત્ર છે.
આચારાંગ સૂત્રના કસાર નામના પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં ચારિત્રનું વર્ણન છે. તેના સૂત્ર બીજામાં લખ્યું છે કે
“લોકમાં જેટલા પરિગ્રહવાળા છે તેમને પરિગ્રહ અ૫ હોય કે ઘણે હેય. સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, સચેત હોય કે અચેત હેય પરંતુ તે સર્વ પરિગ્રહવાળા, ગૃહસ્થમાં જ અંતભૂત થાય છે. આ પરિગ્રહ તે પરિગ્રહવાળા માટે મહાભયનું કારણ છે. સંસારની દશા જાણીને તેને છેડે. જેઓ આ પરિગ્રહને જાણતા નથી તેઓને પરિગ્રહથી થવાવાળે મહાભય નથી હેતે.”–સળંગ સૂત્ર ૧૪૮
અહીં અલ્પ-અણમાત્ર પણ પરિગ્રહને મહાભયનું કારણ બતાવેલ છે. તથા અ૯૫, ઘણા, સૂક્ષ્મ, સ્થળ તથા સવેતન અચેતન વિશેષણેથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે અહીં સૂત્રકાર દ્રવ્ય પરિગ્રહ ઉપર જે દઈ રહેલ છે. કારણ કે તે મમત્વનું કારણે હેવાથી ભયકારક છે. એટલે કે સર્વ મુનિઓ માટે વિશ્વના અલ્પ પણ પરિગ્રહરહિત-નગ્ન રહેવાનું કહેલું છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org