________________
-----
-
-
---
--
--
-
હાલના સંપ્રદાય પ્ર. ૧૩
૧૭૧ મારે હેતુ ફક્ત સત્ય શોધવા, જાણવા અને જણાવવાનું છે. ભગવાન મહાવીરે શું પ્રરૂપ્યું છે તે શોધવાને જાણવાનું અને સમજવાને છે.
એમ તે દરેક સંપ્રદાય પિતાના મતને જ સત્ય જ માને છે. ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ તેઓ બધાય માને છે એમ તેઓ દઢતાથી કહે છે. છતાં ખૂબી એ છે કે બધા સંપ્રદાયની ઘણું વાત એક બીજાથી વિરુદ્ધ છે, પણ સર્વજ્ઞ ભગવાનના કથનમાં વિરોધ હેઈ શકે જ નહિ. એટલે જયારે જુદા જુદા સંપ્રદાયની વાતોમાં વિરોધ માલુમ પડે ત્યારે એટલું તો નક્કી સમજી શકાય કે બધાની વાત સત્ય હોઈ શકે જ નહિ.
તેથી સત્ય શું છે? ભગવાને શું પ્રરૂપ્યું છે તે જાણવા ની સમજવાની અને તે પ્રમાણે વર્તવાની ભગવાનમાં શ્રદ્ધા રાખનાર દરેક જૈનની ફરજ છે તેમ મારી પણ ફરજ છે એમ હું સમજું છું અને તેથી એક સત્યાથી તરીકે સત્ય ધર્મ અથવા મૂળ શુધ્ધ જૈનધર્મ જાણવાની ઈછા એ જ આ પુસ્તકને હેતુ છે. એવી સત્યની શોધ શા માટે?
સંપ્રદાયવાદીઓ કહેશે કે એવી રીતે સત્યની શોધ કરવાની જરૂર જ શી છે? તમે તમારા સંપ્રદાયની માન્યતા પ્રમાણે માને અથવા તમને પિતાની મેળે જે સત્ય લાગે તે પ્રમાણે માનો. પણ આવી ભાંજગડમાં શું કામ પડે છે ?
હા. ભાઈ તમારી વાત તે ઠીક છે. પણ તમે જ મને સમજાવ્યું છે કે–મિથ્યાત્વથી બચે તે જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય, મિથ્યાત્વને એક અંશ હોય ત્યાં સુધી તે મેક્ષ દર જ છે.
અને હું તે મોક્ષને યાસી છું તેથી મારામાં એક અંશ પણ મિથ્યાત્વને રહે તે મને પરવડે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org