________________
મૂળ જૈન ધર્મ અને
આનદ શ્રાવક
ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે વ્રત લેતી વખતે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે –
મને (આનંદ શ્રાવકને ) આજથી અન્ય તીર્થિક, અન્યતીર્થિક દેવ અને અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલ ચૈત્યને વંદના નમસ્કાર કરવા... એ કલ્પતું નથી.”
અહીંઆ સ્થાનકવાસીઓએ મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા બન્નેને એક ગણુને મૂર્તિપૂજાને વિધ કરવાના ઈરાદાથી અહીંઆ ચેત્ય શબ્દને અર્થ સાધુ કરેલ છે. પણ આ અર્થ છેટે છે. કારણકે– " પહેલું તો એ કે અહીં પૂજાની વાત જ નથી. બીજુ, અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલ સાધુ જેન તરીકે ગણી શકાય જ નહિ. જૈન સાધુ બીજા કોઈ ધર્મમાં ભળી જાય પછી તે તે, તે ધર્મના સાધુ તરીકે જ ગણાય. એટલે અહીં સ્થાનકવાસીઓએ ઉપજાવી કાઢેલ અર્થ બંધ એસતે થઈ શકતો નથી.
વળી સ્થાનકવાસીની બીજી દલીલ છે કે આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં આહારપાણી મુખવાસ વગેરે આપવાની વાત પણ છે અને મૂતિને ખાવાપીવાનું હેય નહિ માટે તે અર્થ થઈ શકે નહિ. અહીં એ જોવું ઘટે છે કે પ્રતિજ્ઞા તો સમુચ્ચયે લેવાય છે પછી તેમાં બધા શબ્દ બધાને લાગુ પડવા જ જોઈએ એમ ન હેય પણ જેને જેટલું લાગુ પડતું હોય તેટલું સમજવું જોઈએ.
તે વખતે મૂર્તિ હતી તે તે અગાઉના લેખ ઉપરથી આપણે જાણી ચૂક્યા છીએ. અને અહીં સાધુ કરતાં મૂતિ અર્થ વિશેષ બંધબેસતો થાય છે. કારણકે તે સમયે પણ મૂર્તિઓ દેવોથી અધિષ્ઠત હેઈ મહા ચમત્કારી અને પ્રભાવિક હતી. અને તેથી જ અન્યધર્મીઓ ચોરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org