________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૧
૧૧૯ - હવે આપણે સૂત્રમાં ૪૪ = ચૈત્યનો ઉલ્લેખ ક્યાં ક્યાં આવે છે અને તેને શો અર્થ થાય છે તે બાબતને થોડા દાખલાઓ ઉપરથી વિચાર કરીએ..
સૂત્રોમાં ચૈત્યના ઉલ્લેખ
નગરનું વર્ણન સૂત્રમાં જ્યાં જ્યાં નગરનું વર્ણન આવે છે ત્યાં ત્યાં ઉવવાઈ સૂત્રમાંના ચંપા નગરીને વર્ણન પ્રમાણે સમજી લેવાનું કહ્યું છે. એટલે સૂત્રમાંનું વર્ણન જોવું જોઈએ. તે વર્ણન આ પ્રમાણે છે –
(१) आयारवंत चेइया जवइ विविह सन्निविष्ठ बहुवा (૨) પાઠાંતર–માયાવંત અરિહંત વેર્યા....... અર્થ–આકારવત એટલે સુંદર આકારના સુશોભિત ઘણું ચિત્યો
અને વિવિધ પ્રકારના વૈશ્યના ઘણું સન્નિવેશો હતા. અહીંઆ સ્થાનકવાસીઓએ પહેલા પાઠમાં ચૈત્યને અર્થ યક્ષાદિના મંદિર એમ કર્યો છે. તેઓ પાઠાંતર બતાવે છે પણ એ અર્થ સ્વીકારતા નથી. કારણ કે પાઠાંતરમાં અરિહંત રેવાને અર્થ અરિહંતના મંદિરે એમ થાય તે વાત સ્થાનકવાસીઓને કબૂલ નથી.
હવે વિચારવાનું એ છે કે આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે ભગવાન પાર્શ્વનાથના વખત પહેલાંથી તો મૂર્તિની માન્યતા ચાલુ હતી જ, અને મૂર્તિ હોય ત્યાં ચૈત્ય-મદિર પણ હોય જ. અને જ્યાં જૈનેની વસ્તી હોય ત્યાં જેનેના અરિહંતના મંદિર પણ હોય જ. એટલે ચંપાનગરીમાં જિનમંદિરે ઘણુ હતા એમ સૂત્રમાંના ઉલ્લેખને અર્થ માનવે જ જોઈએ.
એટલે કે પાઠાંતરમાંને અરિહંત શબ્દ કબૂલ કરવામાં ન આવે તે પણ ચંપાનગરીમાં જિનમંદિરે હતા એમ સાબિત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org