________________
પ્રકરણ અગીઆરમું સૂત્રમાં મૂર્તિ મંદિરના વિધાને
મૂતિની માન્યના ધર્મવિરુદ્ધ નથી તેમ જ પ્રાચીન કાળમાં મૂતિ હતી. ઘેર ઘેર શ્રાવકે મૂર્તિ રાખતા એ આપણે આગલા લેખમાં પ્રમાણોથી સિદ્ધ કરી ચૂકયા, હવે સૂત્રોમાં મૂર્તિના ઉલ્લેખે છે કે કેમ અને મૂતિની માન્યતા સત્રાનુસાર છે કે કેમ તેને આપણે વિચાર કરીશું.
રાય - ચૈત્ય શબ્દને અર્થ મૂતિને સંબંધ ચૈત્ય શબ્દથી છે. પ્રાકૃતગાં ચૈત્યનું થાય છે.
સૂત્રમાં ઠેકઠેકાણે રેય શબ્દ આવે છે તેમ જ સક્તિ રોય, શબ્દ પણ આવે છે. જે ચૈત્ય શબ્દના અર્થમાં મતભેદ થવાથી જ સ્થાનકવાસી તથા મૂર્તિપૂજક સંપ્રદાયમાં મતભેદ ઉત્પન્ન થયે છે.
સ્થાનકવાસીએ ચેય શબ્દના આ પ્રમાણે અર્થ કરે છે – અરિહંત, જ્ઞાનવંત, જ્ઞાન, સાધુ, વ્યંતરાયતન અને વૃક્ષ, ચેતર, સૂપ ' વગેરે સ્મારક ચિહ્ન* * ચૈત્ય શબ્દ મૂળ ચિતા, ચિતિ કે ચિત્યા ઉપરથી બનેલો છે. એ ત્રણે શબ્દોને અર્થ એ થાય છે. એટલે ચિતા અથવા ચેહ સાથે સંબંધ ધરાવે તે ચૈત્ય છે. એટલે કે મૃતકના અગ્નિ સંસ્કારના સ્થળે તેની સ્મૃતિ માટે યાદગીરી માટે સ્થાપવામાં આવતું ચિન્હ તે ચૈત્ય. જે કંઈ સ્મારક વસ્તુ કે સ્મારક ચિન્હ તે ચૈત્ય.
ચિતાની ઉપર કે પાસે સ્થાપવામાં આવેલ શિલાપરુ, વૃક્ષ, કું, તૂપ, છત્રી, નાની દેરી વગેરે ચૈત્ય કહેવાય. તે જ પ્રમાણે પ્રતિમા અથવા મૂર્તિ પણ સ્મારક ચિન્હ છે તે પણ ચૈત્ય કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org