________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૦
૧૧૧
એ જ ગ્રંથ જણાવે છે કે આજીવક સંપ્રદાયનો ઉપક નામે તપસ્વી ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ સ્વામીને ઉપાસક હતે.
આ ઉપરથી સાબિત થાય છે કે ભગવાન મહાવીરના સમયમાં તેમજ તેમની પૂર્વે પ્રાચીનતર તીર્થકરોની મૂર્તિઓ પૂજાતી હતી.
સ્થાનકવાસીઓ વિચારે ત્યારે હવે મૂર્તિ નહિ માનનારે વિચાર એ કરવાના છે કે અગવાન મહાવીરની પહેલાના પણ બે તીકર ભગવાનના વખતમાં તે મૂર્તિની માન્યતા ચાલુ હતી જ, છતાં એ ત્રણે તીર્થકર ભગવાનનાએ એ માન્યતાને ધર્મવિરુદ્ધ કહી નથી તેમ તે માન્યતાને અટકાવી નથી તેથી જ તે માન્યતા ચાલુ રહી હતી અને ચાલુ રહી છે.
તે હવે વિચારવાનું કે જે વસ્તુને તીર્થકર ભગવાને એ ધર્મ વિરુદ્ધ કરાવી નથી તેને આપણે કેવી રીતે ધર્મ વિરુદ્ધ કરાવી શકીએ? અરે, કરાવવાનું તો એક બાજુએ રહ્યું પણ તેને ધર્મ વિરુદ્ધનું કહી પણ કેમ શકાય ? કારણ કે એમ કહેવામાં પણ તીર્થકર ભગવાનની આશાતના કરી કહેવાય, મૂર્તિ નહિ માનનારાઓએ આ વાત ખૂબ ઊંડી રીતે વિચારવી ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org