________________
હાલના સપ્રદાયા પ્ર. ૧૦
૧૦૯
૧૮. પટણાના આગમકુ આથી મળેલ એ મૂર્તિ એના શિલાલેખે ઉપરથી પુરાતત્ત્વવિદાએ જાહેર કર્યું છે કે આ મૂર્તિ મહારાજા કાણિક (અજાતશત્રુ )ના વખતની છે.—ભારતની ઈતિહાસકી રૂપરેખા ભાગ ૧. પૃષ્ઠ ૫૦૨.
૧૯ ઉપદેશપુર તથા કાર્યમાં મહાવીર મંદિરની પ્રતિષ્ઠા વીરાત્૭૦ મા વર્ષે આચાર્યશ્રી રત્નપ્રભસૂરિએ કરી હતી. એ બન્ને મંદિરા આજે પણ વિદ્યમાન છે. તે માટે આચાય. સૂરિએ લખ્યુ છે કે—
उपकेशे च कोरंटे तुभ्यं श्री वीरबिम्बयोः । प्रतिष्ठा निभिता शकत्या श्री रत्नप्रभसूरिभिः ॥
૨૦ માલાનાની મૂર્તિ આ—સુધાષ પત્રના તંત્રી શ્રી મૂળચંદ આશારામ વૈરાટી જણાવે છે કે—
પ્રેવીસ જીવાના માલાના ગામમાં ખેાદકામ કરતાં એ પ્રતિમા મળી આવી છે. તેમાં એકના ઉપર વીર સવત ૮૨ અને બીજી ઉપર. વીર સંવત ૧૦૪ ના શિલાલેખ છે. તે મૂર્તિઓ પૂરતી કાશીશ કરવાથી ત્યાંના જૈનાને સોંપવામાં આવી છે. જૈન” પત્ર તા. ૨૬-૧-૧૯૩૦..
૨૧. પ્રાચીન કાળના સિક્કાઓ—પ્રાચીન કાળના સિક્કાઓ મળી આવ્યા છે તેમાંના લગભગ ૨૦૦ ખસા સિક્કાના ચિત્રા ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે તેમના પ્રાચીન ભારતના ઇતિહાસ નામના પુસ્તકમાં આપેલ છે. તેમાં ધણા સૌ કાળના એટલે ૨૩૦૦ ત્રેવીશ સેા વર્ષ પહેલાંના છે. તેમાંના કેટલાક સિક્કામાં એક બાજુ મંદિર ( ચૈત્ય ) અને બીજી બાજુ હસ્તિની છાપ છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે ત્રેવીશ સેા વર્ષો પહેલાં મંદિર અને મતિને સર્વે લેાકેા માનતા હતા.
૨૨. એનાતાની મૂર્તિ એનાતટ નગરના પ્રદેશમાં ખેાદકામ કરતાં ત્યાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ મળી આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org