________________
૧૦૮
મૂળ જૈન ધર્મ અને
૧૩. પાવાપુરીનો સ્તૂપ–ભગવાન મહાવીરના નિર્વાણ પછી પાવાપુરીમાં દેએ એક સ્તૂપ નિર્માણ કર્યો હતો. તેને ઉલેખ શાસ્ત્રોમાં મળે છે. (જુઓ-પાવાપુરીકા પ્રાચીન ઇતિહાસ પૃષ્ઠ ૧.) ૧૪. પાટલીપુત્રનાં પાંચ સ્તૂપ –
તિગાલી પન્નામાં કહિક પ્રકરણમાં પાટલીપુત્રમાં પાંચ સ્તૂપ હતા અને તે એક દુષ્ટ કલિક નામના રાજાએ ધનની લાલસાથી ખોદી નખાવ્યા હતા. ચીની યુવાન વ્યાંગે પાટલીપુત્રની પાસે પશ્ચિમમાં પાંચ સ્તૂપે ભગ્નાવસ્થામાં જોયેલા હતા (જુએ–Yuen Chawang's Travels in India પૃષ્ટ ૮૬).
૧૫. વિશાલા-નગરીની આસપાસ ખેદકામ કરતાં ઘણું ધ્વસાવશેષો મળી આવ્યા છે તેમાં મંદીર, મૂર્તિ, સ્તૂપ, પાદુકા વગેરે છે અને તે ભગવાન મહાવીર સ્વામીના વખતના સિદ્ધ થાય છે.
૧૬. કંકાલીટીલા–મથુરા પ્રાંતના કંકાલીટીલામાં ખોદકામ કરતાં સેકડે મૂર્તિઓ, અનેક પાદુકાઓ, તોરણ, સૂપ વગેરે મળી આવ્યા છે. તેમાં ૧૧૦ એકાદશ પ્રાચીન શિલાલેખ છે અને અનેક તીર્થકરોની મૂતિઓ તથા એક પ્રાચીન સ્તૂપ જેનેના છે. આ શિલાલેખ મૌર્યકાળના. ગુપ્તકાળના અને કુશનવંશના રાજાઓના સમયના છે. એટલે તે ૨૦૦૦ બે હજારથી ૨૨૦૦ બાવીશ સે વર્ષ પહેલાંના છે. જૈન સૂપ તે તેથી પણ ઘણે પ્રાચીન છે. - આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઘણું પ્રાચીનકાળથી ધાર્મિક સાધનમાં જૈન મંદિરે, મૂર્તિઓ, સ્તૂપે, પાદુકાઓ આદિને પ્રધાન સમજવામાં આવતા હતા.
૧૭. ભરધરનું મંદિર–કચ્છના ભદ્રેશ્વર નગરમાં એક પ્રાચીન મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. તે મંદિર ભગવાન મહાવીરના નિર્વાણ પછી ફકત ૨૩ (વીશ) વર્ષ પછી બનેલું છે. તેના શિલાલેખની વિગત શ્રી વિજ્યાનંદસૂરિએ તેમના “અજ્ઞાન તિમિર ભાસ્કર” નામના ગ્રંથમાં આપેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org