________________
હાલના સંપ્રદાયે પ્ર. ૯
કાઢે છે. પણ તેનું સમાધાન પણ રાજકીય સૂત્રમાં આપેલું છે. તે નીચે પ્રમાણે
રાજપ્રક્રીયસૂત્રમાં કહ્યું છે કે ત્યાં દેવજીંદામાં એકસો આઠ પ્રતિમા છે તે પર્થકાસને બેઠેલી સ્થિતિની છે અને તે તીર્થકરની ઊંચાઈના પ્રમાણુની છે એટલે કે પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવત ક્ષેત્રમાં અથવા મનુષ્ય લાકમાં જુદા જુદા વખતે જે જે તીર્થકરે થાય તેમની ઊંચાઈ કાળના પ્રમાણમાં જુદી જુદી હોય છે. તેથી તીર્થકરોના પ્રતીક તરીકે અને સર્વ તીર્થકરોની ઊંચાઈના પ્રતીક તરીકે આ એક આઠ જિન પ્રતિમાઓ છે.
વળી એ જ સૂત્રમાં તે જ ઠેકાણે એમ પણ કહેવું છે કે ત્યાં મણિપીઠિકા ઉપર ચાર જિન પ્રતિમા છે તેના નામ–ષભ, વધમાન, ચંદ્રાનન અને વારિણુ છે. પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ એરવત ક્ષેત્રમાં મળીને દરેક વીશીમાં આ ચાર નામના તીર્થકર તે થાય છે જ. જેમ કે આ વીશીમાં આ ભરતક્ષેત્રથા પહેલા અષભદેવ અને છેલ્લા વર્ધમાન નામના તીર્થકર થયા અને એરવત ક્ષેત્રમાં પહેલા ચંદ્રાનન અને છેલ્લા વારિષણ નામના તીર્થંકર થયા. એ પ્રમાણે આ ચાર નામના તીર્થકર થયા અને થતા રહેશે માટે આ ચાર નામની શાધવતી પ્રતિમાઓ છે.
દે તેમજ મનુષ્ય મૂતિને વાંદે પૂજે છે. તેઓ અમુક તીર્થકરની મૂર્તિ છે એમ કહીને અથવા ગણીને તેઓ તે અમુક તીર્થકરને જ વાંદે પૂજે છે એમ હોતું નથી. પરંતુ તીર્થકર અરહિંત ભગવનના પ્રતીક રૂપ એ મૂર્તિ છે તેને અરિહંતના પ્રતીક તરીકે ગણીને જ વાદે પૂજે છે. ' દાખલા તરીકે–અહીંઆ મંદિરમાં મૂર્તિ તે કોઈ પણ એક તીર્થકર ભગવાનની હોય પણ તેની પૂજા કરનાર ગમે તે બીજ તીર્થકરનું સ્તુતિસ્તોત્ર બોલીને, ગાઈને પૂજા કરે છે. કારણ કે બધા તીર્થકર ભગવાને સરખા છે. અને એકની સ્તુતિ કરી તે બધાની સ્તુતિ કરી એમ સમજીને સ્તુતિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org