________________
પ્રકરણ નવમું શાશ્વતી પ્રતિમાનું મહાભ્ય દેવલોકમાંની મૂતિઓ સંબંધી સ્થાનકવાસી સમાજમાં કંઈક ભ્રમ પ્રવર્તે છે તેથી તે સંબંધી પણ થોડાક વિચાર કરી લઈએ.
સ્થાનકવાસી મહાત્મા મુનિશ્રી તપસ્વી શ્રી માણેકચંદ્રજી સ્વામીએ તેમના “કાળજ્ઞાન તત્વ ચિંતામણિ પુસ્તકમાં દેવલોકમાંની શાશ્વતી મૂતિઓનું મહામ્ય દર્શાવતાં આ પ્રમાણે લખ્યું છે—
“સ્વર્ગમાં જે જે જિનપ્રતિમાઓ છે તે તે અનાદિ કાળની શાશ્વતી છે. તે જિનપ્રતિમામાં સ્વાભાવિક અનંત ગુણો રહ્યા છે. તેવા ગુણનું અવલંબન દેવતા લોકો સુખ સમાધિના હિત માટે લીએ છે. જેમ મૃત્યુલોકમાં મહા ચમત્કારી વસ્તુઓ પૈકી કલ્પવૃક્ષ ચિંતામણું, ચંદનવૃક્ષ અને સુગંધી મહા પદાર્થોના અવલંબનથી અનંત દુઃખોનો નાશ થાય છે તેમજ તે ન્યાયે શ્રી જિન પ્રતિમા પણ મહાન ચમત્કારી ચિતામણી છે. તેના અવલંબનથી દેને અનંત શાંતિ મળે છે.
“સ્વર્ગના દેવ શ્રી જિનેશ્વરના પ્રતિમાજીના પ્રભાવથી પોતપોતાની હદ મર્યાદા લોપી શકતા નથી. તેમ બીજા કોઈ દેવ પણ એકબીજાની હદ લેપવાની અરજી કરતા નથી. એ વગેરે અનેક પ્રભાવ શ્રી જિન પ્રતિમાના માનથી સચવાય છે. શ્રી જિન પ્રતિમા સર્વ વિઘોને હરે છે, સર્વ દુઃખને ટાળે છે અને મહામંગળ આપે છે. એવો પ્રૌઢ પ્રતાપ શ્રી જિન પ્રતિમાને છે.”
શાશ્વતી મૂર્તિ ક્યા તીર્થંકરની? દેવલોકમાં શાશ્વતી મૂર્તિઓ છે એટલે તે કોઈ અમુક તીર્થંકરની નથી તેથી તે માનવા લાયક નથી એમ કેટલાક સ્થાનકવાસીએ વાંધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org