________________
પ્રકરણ સાતમું
મૂર્તિનું અસ્તિત્વ મૂર્તિ એ મુખ્યત્વે ભાવને વિષય છે ત્યારે મૂર્તિપૂજા એ મુખ્યત્વે બાહ્યાચારને વિષય છે.
તેથી પહેલાં આપણે મૂર્તિસંબંધી જ વિચાર કરીશું. અને તે વિચારાઈ રહ્યા પછી મૂર્તિપૂજાનો વિચાર કરીશું.
અહીં આપણે મૂર્તિ એટલે તીર્થકર ભગવાનની મૂર્તિ અથવા પ્રતિમાની જ વાત કરીએ છીએ એમ સમજવાનું છે. મૂતિ, પ્રતિમા, પ્રતિબિંબ, ચિત્ર, ફેટ, છબી વગેરે પર્યાયવાચી શબ્દ છે.
સ્થાનકવાસીઓની માન્યતા સ્થાનકવાસીઓની માન્યતા એવી છે કે પ્રાચીનકાળમાં મૂર્તિ કે મૂર્તિપૂજાનું અસ્તિત્વ જ નહોતું. અને તેથી આપણે સમાં મૂર્તિ કે મૂર્તિપૂજાનું નામનિશાન પણ નથી. માટે મૂર્તિ કે મૂર્તિપૂજા એ ધર્મ વિરુદ્ધનું કાર્ય છે.
પહેલાં તે સ્થાનકવાસીઓ એમ જ માનતા હતા કે મૂતિ અને મૂર્તિપૂજા ઘણું અર્વાચીન કાળથી શરૂ થઈ છે. પણ તે કાળ કયો તે નિશ્ચિત રીતે કઈ કહી શકતું નહતું. અને હજુસુધી પણ કોઈ નિશ્ચિત રીતે કહી શક્યું નથી. કારણ કે તે વાતની તેમને ખબર જ નથી.
પરતુ જેમ જેમ શેખેળે થતી ગઈ તેમ તેમ તે અર્વાચીન કાળની મર્યાદા સ્થાનકવાસીઓ તરફથી લંબાવાતી ગઈ. અને થડા વર્ષ પલ્લાં શોધખોળ ઉપરથી મૂર્તિ લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org