________________
હાલના સંપ્રદાયે પ્ર. ૬
૭૯
વલ્લે અપવાદ પણ બની જાય છે. પરંતુ તેવા અપવાદ સિવાય સામાન્ય રીતે વ્યવહાર ધર્મનું અવલંબન લઈને જીવ નિશ્ચય ધર્મમાં પહોંચી શકે છે. માટે ભગવાને વ્યવહાર ધર્મનું અવલંબન લઇને ધીરે ધીરે ઊંચે ચડીને નિશ્વય ધર્મમાં આવવાનું કહ્યું છે.
નિશ્ચય તરફ લક્ષ રાખીને જ વ્યવહાર ધર્મ પાળવાને છે અને એમ કરવાથી જ નિશ્ચય તરફ પહોંચાય છે.
નિશ્ચય દષ્ટિ હૃદય રાખી પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે છે, ભવસાગરને પાર.
–શ્રીમદ્દ યશવિજયજી નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવા નેય, નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય.
– શ્રીમદ્ રાજચંદ્ર (આત્મ સિદ્ધિ)
વ્યવહાર ધમમાં મતભેદ - નિશ્વય ધર્મ સંબધી જૈનેના કોઈપણ સંપ્રદાયમાં મતભેદ નથી. પણ વ્યવહાર ધમમાં મતભેદ છે. આપણે અત્યારે વેતાંબરના જે સંપદા, મૂર્તિપૂજક અને સ્થાનકવાસીને મતભેદ સંબંધી થડે વિચાર કરીશું. તેમને મુખ્ય વિરોધ અથવા મેટે વિરોધ મૂર્તિ પૂજા સંબંધી છે. બીજા વિરે મુહપત્તિ, તીર્થક્ષેત્રે વગેરે વિષે છે.
વેતાંબર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એ બન્ને પક્ષ મૂર્તિપૂજાને જ વિરોધ તરીકે ગણે છે. પરંતુ મૂર્તિ અને મૂર્તિપૂજા એ બને જુદા જુદા વિષય છે. માટે તે બન્ને વિષયની જુદી જુદી છણાવટ કરવી જોઈએ.
મુનિશ્રી જ્ઞાનસુંદરજીના બે પુસ્તકો-(૧) મૂર્તિ પૂજાકા પ્રાચીન ઈતિહાસ અને (૨) શ્રીમાન લંકાશાહ--તે પુસ્તક વાંચ્યા પછી તે સંબંધી મારા સ્વતંત્ર અભ્યાસ તથા ચિંતન અને મનનથી મને જણાયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org