________________
७८
મૂળ જૈન ધર્મો અને
જે જે માન્યતા સાચી પુરવાર થાય તેને અપનાવવા તૈયાર વુ જોઇએ. ક્ષરણ કે એ રીતે જ શુધ્ધ ધર્મ શું છે તે સમજી શકાય અને તેથી એકતા કરી શકાય.
દાખલા તરીકે હું મારી જ વાત કરૂં. હું સત્યાથી` છું. હું શુદ્ધ જૈન ધર્મના જ અનુયાયી રહેવા માગું છું. પરંતુ મારી માન્યતા એ હતી કે મૂર્તિને માનવી એ જૈન ધર્માંમાં નહિ દર્શાવેલું કાર્ય છે. હવે સ્મૃતિને માનવી એ જૈન ધર્મ વિરુદ્ધનું કાર્ય નથી એમ સિદ્ધાંતથી, પ્રમાણુથી, શાધખેાળથી સાબિત થાય તા મારે તે પ્રમાણે માનવું જ જોઈ એ. હું સત્યને ન સ્વીકારૂં તે। હું હઢવાદી, દુરાગ્રહી કે મતાગ્રહી કહેવાઉં.
તે જ પ્રમાણે તીર્થંકર ભગવાને પ્રરૂપેલા શુદ્ધ જૈન ધર્મના અનુયાયી રહેવા ઇચ્છતા મુમુક્ષુઓએ મતભેદના દરેક વિષયમાં જે જે સત્ય તરીકે પૂરવાર થાય તે સત્ય તરીકે સ્વીકારવું જ જોઈ એ અલબત્ત જે સંપ્રદાયવાદને જ અથવા મતાગ્રહને જ ચુસ્તપણે વળગી રહેવા માગતા હોય તેમને માટે કાંઇ કહેવાતુ જ નથી,
હું તો મતાગ્રહથી મેાક્ષ નથી પણ ભવ ભ્રમણ છે એમ જ માનું છું.
તે હવે સૌથી પહેલાં ધર્મ એટલે શું એ આપણે સમજવુ જોઈએ. જીવને ઊંચે ધરી રાખે તે ધર્મ અથવા જીવની ઉત્ક્રાંતિ કરીને, ઉત્ક્રાંતિ કરાવતા કરાવતા તેને મેાક્ષ સુધી પહોંચાડે તે ધમ કહેવાય.
ધર્મના બે પ્રકાર
ભગવાને એવા ધમ બે પ્રકારના કહ્યો છે—(૧) વ્યવહાર ધર્મ અને (૨) નિશ્ચય ધર્મ. ખરેખર પરમાર્થ ભૂત । નિશ્ચય જ છે. નિશ્રય ધર્મ જ મેાક્ષની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ અનાદિકાળથી કમથી બધાયેલા આત્મા એકદમ નિશ્ચય ધર્મોંમાં આવી શકતા નથી. અલખત્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org