________________
७६
મૂળ જૈન ધર્મ અને
એટલે કાઈ પણ સંપ્રદાય પાતે શુદ્ધ જૈન ધર્મ હોવાના દાવા કરી શકે જ નહિ. અને એવા દાવા કરનાર પાતે પાતાનું અનુાન જ પ્રદર્શિત કરે છે એ ચોક્કસ વાત છે. કારણ કે સપ્રદાય એટલે એકાંતવાદ અને શુદ્ધ જૈન ધર્મી એટલે અનેકાંતવાદ,
જૈન ધર્મના દરેક ક્રિકા અનેકાંતવાદ એ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંત છે એમ તે કબૂલ કરે જ છે. છતાં વિચિત્રતા એ છે કે દરેક ફિરકા પોતાની માન્યતાને એકાંત આગ્રહથી પકડી રાખે છે.
માન્યતાના સવાલ આવે ત્યાં દરેક ફિરકા અનેકાંતવાદને તિલાંજલી આપે છે! શુદ્ધ જૈન ધર્મને દૂર રાખે છે અને પાતાની માન્યતા શુદ્ધ જૈન ધર્મ પ્રમાણે ખેાટી હાય તા પણ તે માન્યતા છેાડવાને તૈયાર નથી એમ સ્પષ્ટ રીતે જાહેર કરે છે!
આગળના વખતમાં અહંભાવથી, અભિમાનથી કે અજ્ઞાનતાથી એકાંતવાદના આશ્રય લઈ ને ભલે ગમે તેટલા સપ્રદાયા, ફ્રિકા, ગ વગેરે ભેદો જૈનધમ માં પડી ગયા છે. પરંતુ આજે જમાને એકતાના છે. એટલે આ બધા છુટા પડેલા સંપ્રદાયાએ એકતા કરવી જ જોઈશે. નહિંતર એકબીજાની હરીફાઈમાં, અદેખાઈમાં, દ્વેષમાં કે અહંભાવમાં રહેવાથી દરેક સૌંપ્રદાયને નુકશાન થતુ જ રહેશે. દરેક સપ્રદાયની સંખ્યા ઘટતી જ જશે અને છેવટે નામ માત્ર જ રહેશે.
જૈનધમ આ પાંચમા આરાના અંત સુધી રહેવાને છે એ ભગવાનના વાકચ ઉપર શ્રદ્ધા રાખી નિષ્ક્રિય એસી રહેવું એ આત્મઘાતક છે. ધર્મના ભાગલા પડતા જોઈ ને કે પડેલા છે તે નિભાવીને શાંત બેસી રહેવુ એ આત્મધાતક છે. કારણ કે તેથી તે। જૈનધમી ઓની સંખ્યા ઘટતી જ જવાની, જૈનધમ ભલે પાંચમા આરાના અંત સુધી ચાલુ રહે પણ તે વખત સુધી જૈનધર્મ પાળનારા મોટી સંખ્યામાં હોય એ જોવાનું, એમ કરવાનું આપણું કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org