________________
૧૯૦ આભામંડળ
મહાવીરના સમયમાં કાલસીરિક નામે પ્રસિદ્ધ કરાઈ હતો. રોજની એ પાંચસો ભેંસો મારતો. તેને અહિંસક બનાવવા શ્રેણિક રાજાએ તેને એક ખાલી કૂવામાં નાખ્યો. અહીં કૂવામાં તેની પાસે કોઈ જ ભેંસ ન હતી કે જેને તે મારી શકે. આમ કરવાથી કાલસૌરિક અહિંસક ન બન્યો, કારણ તેના ભાવ બદલાયા નહીં. માત્ર હાથ અટકી જવાથી, માત્ર હાથોથી હિંસા નહિ થવાથી એ અહિંસક ન બન્યો. કોઈ હિંસક માણસને મૂચ્છિત કરી દેવામાં આવે તો એ સ્થિતિમાં ન એ મનથી હિંસા કરે છે કે ન શરીરથી. આથી શું તે અહિંસક બની જાય છે? ના, એ અહિંસક નથી બનતો. આપણે તેને અહિંસક નહિ કહીએ. કારણ એ મૂચ્છિત છે. ઊંઘમાં છે, બેભાનીમાં છે, તેની બાહ્ય ચેતના લુપ્ત છે, એ હિંસક છે કારણ તેનું ભાવ-તંત્ર નિરંતર સક્રિય રહે છે, તેને સતત હિંસાનો બંધ થતો રહે છે. ભાવનું પરિવર્તન નથી થતું, વેશ્યાનું પરિવર્તન નથી થતું ત્યાં સુધી માત્ર શરીરને નિષ્ક્રિય બનાવી દેવાથી, મનને મૂચ્છિત કરી દેવાથી કામ નહિ ચાલે. મનની મૂચ્છ અને શરીરની નિષ્ક્રિયતા આપણા કર્મ-તંત્રની મૂર્છા હોઈ શકે છે પરંતુ ભાવ-તંત્ર પર તેનો કોઈ પ્રભાવ નથી હોતો.
આપણે ભાવ-તંત્રની શુદ્ધિ કરવાની છે. ભાવ-તંત્રની વિશુદ્ધિ થઈ જાય છે, ત્યારે શરીર હાલ-ચાલે, મન ચળે છતાં પણ ન હિંસાનો ભાવ હશે, ન હિંસાનો વ્યાપાર હશે, ન કોઈ ખરાબ પ્રવૃત્તિ હશે. મૂળ કરણીય છે ભાવની શુદ્ધિ. મૂચ્છમાં વિશ્વાસ વધારનાર સાધનાના જેટલા ઉપક્રમ છે, મૂર્છાને પ્રોત્સાહિત કરનાર સાધનાની જેટલી પદ્ધતિ છે તે બધી આપણા કર્મ-તંત્ર સુધી પહોંચે છે, ભાવ-તંત્ર સુધી તેની કોઈ પહોંચ નથી. એ લોકોને એવો વિશ્વાસ છે કે કર્મ-તંત્ર નિષ્ક્રિય થઈ જવાથી બધું જ ઘટિત થાય છે, પરંતુ જે લોકોએ ઊંડાણમાં જઈને જોયું તો અનુભવ થયો કે ભાવ-તંત્ર નિષ્કિય નથી થતું ત્યાં સુધી મૂચ્છ નથી તૂટતી. મૂચ્છ નહિ તૂટે તો એ નવા માર્ગે પ્રવાહિત થશે. મૂચ્છને ખત્મ કર્યા વિના આધ્યાત્મિક વિકાસ નથી થઈ શકતો.
મહાવીરને કેવળજ્ઞાન થયું. ઇન્દ્રભૂતિ ગૌતમે પૂછ્યું: “ભગવન્! તવ શું છે?” ભગવાને કહ્યું: “ગૌતમ! જે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે છે તે તત્ત્વ છે. જ્ઞાન ધ્રુવ છે, જ્ઞાનની મલિનતા નષ્ટ થાય છે અને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.'
ગૌતમે પૂછ્યું : “ભગવંત! આપને કેવળજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું?” ભગવાને કહ્યું: ‘ગૌતમ! હું પૂરો જાગી ગયો. જેવો જાગ્યો, બધી મૂચ્છ તૂટી ગઈ. જાગતાં જ તમામ આવરણ દૂર થઈ ગયાં. જ્યાં સુધી મૂચ્છમાં હતો, જ્યાં સુધી આવરણમાં હતો, જ્યાં સુધી ઊંઘમાં હતો, ત્યાં સુધી પડદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org