________________
નવ.
ધ્યાનની પ્રક્રિયા મૂર્છાને તોડવાની પ્રક્રિયા છે. જે ઉપાય ચેતનાને મૂચ્છિત કરે છે તે ધ્યાનનો સાચો ઉપાય નથી. ધ્યાનનો સાચો ઉપાય એ છે કે જે મૂર્છાને તોડે છે. જેટલા પદાર્થ છે તેટલા ઉપક્રમ છે. માણસની ચેતનાને મૂચ્છિત કરનાર એ બધાં આપણા કર્મ-તંત્રને પ્રભાવિત કરે છે. કર્મ-તંત્રને એ નિષ્ક્રિય બનાવી દે છે, પરંતુ મૂર્છાને એ તોડી નથી શકતા. માત્ર કર્મ-તંત્રને પ્રભાવિત કે મૂચ્છિત કરવાથી મૂર્છાનો વિનાશ નથી થતો. મૂર્છાનો વિલય નથી થતો. મૂર્છા તૂટતી નથી. સાધક જ્યારે કર્મ-તંત્રને પાર કરીને ભાવ-તંત્રનો સ્પર્શ કરે છે ત્યારે મૂર્છા તૂટે છે.
•
•ભાવ-તંત્રનો સ્પર્શ માત્ર ચેતના દ્વારા જ કરી શકાય છે. ત્યાં સુધી ન કોઈ પદાર્થ પણ છે, ન કોઈ ઉપકરણ. માત્ર ચેતના દ્વારા જ આપણે તેનો સ્પર્શ કરી શકીએ છીએ. આપણું પ્રવૃત્તિ-તંત્ર નિષ્ક્રિય થઈ જવા છતાંય કષાય-તંત્ર નિષ્ક્રિય નથી થતું. એ સતત સક્રિય રહે છે. સ્થાવર જીવોમાં મન વિકસિત નથી થતું, વાણી વિકસિત નથી હોતી, અને શરીર પણ સુદૃઢ નથી હોતું, પરંતુ તેમાં પણ કષાય-તંત્ર, લેશ્યા-તંત્ર અને ભાવ-તંત્ર નિરંતર સક્રિય રહે છે. અને તે સમયે પ્રત્યેક પળે કર્મ-બંધ થતા રહે છે. તેમની મૂર્છા ઘનગાઢ હોય છે. તેમની મૂર્છા ત્યાનીં મૂર્છા હોય છે. મૂર્છાની આ ચરમ ટોચ હોય છે. કર્મ-તંત્ર તેમાં એટલું સક્રિય નથી હોતું છતાં પણ મૂર્છા ઘણી પ્રગાઢ હોય છે. આપણે માત્ર કર્મ-તંત્ર પર આવીએ નહિ, ત્યાંથી આગળ વધીએ, મૂળને જોઈએ અને કષાય-તંત્ર સુધી પહોંચીએ. કષાય-તંત્રની ચિકિત્સા લેશ્યા-તંત્રને સમજીને જ કરી શકાય છે.
Jain Education International
મહાવીરે બે શબ્દ આપ્યા – ભાવ અને દ્રવ્ય ભાવ-અહિંસા અને દ્રવ્ય-અહિંસા. શરીરથી કોઈની હિંસા થાય છે, વાણીથી કોઈની હિંસા થાય છે અને મનથી કોઈની હિંસા થાય છે. હિંસા આટલી જ નથી. તેની સીમા આગળ પણ છે. શરીરથી કોઈ અહિંસા થાય છે, વાણીથી કોઈ અહિંસા થાય છે અને મનથી કોઈ અહિંસા થાય છે. અહિંસા આટલી જ નથી. તેની સીમા પણ ઘણી આગળ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org