________________
૧૮૦ આભામંડળ
-
માણસના મનમાં પ્રાયશ્ચિત્તની નિર્મળ ભાવના જાગે છે ત્યારે જૂની ગ્રન્થિઓ ખૂલી જાય છે. આજની માનસિક ચિકિત્સાનું સૌથી મોટું સૂત્ર છે, જૂની ગ્રન્થિઓને ખોલવી. મનમાં ગ્રન્થિ બંધાઈ જાય છે ત્યારે અનેકવિધ બીમારીઓ સતાવે છે. એ ગ્રન્થિઓને ખોલવાની — છોડવાની સૌથી મહત્ત્વપૂર્ણ વિધિ છે, પ્રાયશ્ચિત્ત. પ્રાચીન ભાષામાં પ્રાયશ્ચિત્ત અને આજની ભાષામાં મનોવિશ્લેષણ – આત્મ-વિશ્લેષણ. રોગી આત્મવિશ્લેષણ કરે છે ત્યારે મનોચિકિત્સક તેની બધી ગ્રન્થિઓને જાણી લે છે અને ઉપાયોથી એ બધી ગ્રન્થિઓને છોડી નાખે છે. વિનમ્રતા, અહંકારશૂન્યતા રસાયણ-પરિવર્તનનું ઘણું મહત્ત્વનું સૂત્ર છે. વિનય માટેની આપણી ધારણાઓ ભ્રાન્ત છે. આપણે માની લીધું છે કે વિનય બીજાનો કરવાનો છે. આ ભૂલ છે, ભ્રમ છે. આ ભ્રમણાએ અનેક પ્રશ્નોને જન્મ આપ્યો છે. લોકો એમ માની બેઠા છે કે જે નાનાઓ હોય તે વિનય કરે. મોટાઓને વિનય કરવાની જરૂર નથી. તેમણે ઠૂંઠા જેવા બનવાની જરૂર છે. આ કેવી ભ્રમણા છે! સચ્ચાઈ આ છે કે વિનય કોઈ બીજા પ્રત્યે નથી કરવાનો. વિનય ખુદ પોતાંના પ્રત્યે કરવાનો છે.
-
વિનય છે — અહંકારશૂન્યતા. આ આપણા આત્માની અવસ્થા છે. વિનર્સ બીજા પ્રત્યે થતો નથી. જ્યાં સુધી માનતા રહીશું કે વિનય બીજાઓ પ્રત્યે થાય છે, કરવાનો છે ત્યાં સુધી જે મોટો છે તે અક્ડ રહેશે. એ બીજાઓ પાસેથી વિનય ચાહશે – માગશે. બીજાના મનમાં આ પ્રત્યાઘાત પડશે કે હું શા માટે વિનય કરું? એ બીજાઓ પાસે વિનયની અપેક્ષા રાખશે, સાધુ પણ વિચારશે કે પોતે મોટો છે. એ શા માટે વિનય કરે?! વિનય એ કરે કે જે અનુયાયી હોય. વિનય કરવાનું કામ શ્રાવકનું છે. સાધુનું એ કામ નથી. આ ઔપચારિક વાતે એક ભ્રમણા પેદા કરી.
સાધુનો સૌથી મોટો ધર્મ છે વિનય – અહંકારશૂન્યતા. આ માણસનો પોતાના માટેનો પોતાનો ધર્મ છે, કોઈ બીજા માટે તે નથી. આપણે આ ભ્રમણાનો ભુક્કો કરીએ.
વિનયના સાત પ્રકાર છે: જ્ઞાન-વિનય, દર્શન-વિનય, ચારિત્ર-વિનય, મનનો વિનય, વચનનો વિનય, શરીરનો વિનય અને સાતમો છે લોકોપચારવિનય. હાથ જોડવા એ વાસ્તવિક વિનય નથી, લોકોપચાર વિનય છે. વાસ્તવમાં વિનય છે, મનનો વિનય. મનને અનુશાસિત રાખવા મનનો વિનય છે. મનને અહંકારથી શૂન્ય કરી દેવું એ મનનો વિનય છે. વાણીમાં ઉડતા ન થવા દેવી તે વાણીનો વિનય છે. શરીરમાં અક્કડ ન હોવું તે શરીરનો વિનય છે. દૃષ્ટિકોણને સરળ, ઋજુ અને અનેકાન્તમય બનાવવા એ દર્શનનો વિનય છે. જ્ઞાન પ્રત્યે આપણી પ્રગાઢ આસ્થા સમર્પિત કરવી એ જ્ઞાનનો વિનય છે. પવિત્ર આચરણ કરવું એ ચારિત્રનો વિનય છે. આ વિનય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org