________________
લેશ્યા : એક વિધિ સારવારની ૧૭૧
તંત્રશાસ્ત્ર અંગે લોકોમાં ઘણી ભ્રમણાઓ છે. ભ્રમણા થવાનું કારણ પણ છે કે તંત્રના આધાર પર ભૈરવીચક્ર જેવી પદ્ધતિઓ શરૂ થઈ અને વામમાર્ગ પ્રચલિત બન્યો. આ પદ્ધતિઓએ ભ્રમણા ફેલાવી. પરંતુ હું માનું છું કે તંત્રશાસ્ત્ર સાધનાના મહત્ત્વના પ્રયોગો આપ્યા છે. તેને આપણે શુદ્ધ આધ્યાત્મિક પ્રયોગ કહી શકીએ. તેમાં કયાંય દોષ નથી. કયાંય કશી ખામી નથી.
તંત્રશાસ્ત્રમાં એક પ્રયોગ છે: સાધક આખા શરીરને લાલ સૂર્ય જેવા લાલ રંગમાં જુઓ, ધ્યાન ધરે. આ પ્રયોગ છ મહિના સુધી કરવાથી વીતરાગતા સિદ્ધ થાય છે.
તંત્રશાસ્ત્રમાં આ પણ એક પ્રયોગ છે: સાધક પોતાના શરીરને આકાશમાં અધ્ધર જુએ અને શરદઋતુની સંધ્યા જેવા રંગનું ધ્યાન ધરે. છ મહિના સુધી નિરંતર આવું ધ્યાન કરવાથી વીતરાગ ભાવ આવે છે.
તંત્રશાસ્ત્રમાં આ પણ એક પ્રયોગ છે: નાસાગ્ર પર સુવર્ણના રંગનું કે શ્વેત રંગનું ધ્યાન ધરવાથી દૂષિત ભાવનાથી છુટકારો મળે છે. આમ તંત્રશાસ્ત્ર ચેતનાના વિકાસના, ઇન્દ્રિયયના, જ્ઞાનશક્તિઓના, વીતરાગતાના અનેક પ્રયોગો આપ્યા છે. એ તમામ મહત્ત્વપૂર્ણ પ્રયોગો લેશ્યાના સિદ્ધાંતથી સંબદ્ધ છે.
રંગોનું મહત્ત્વ ઓછું નથી. આપણા સમગ્ર ભાવતંત્ર પર રંગોનું પ્રભુત્વ છે. રંગો દ્વારા શારીરિક બીમારીઓ મટાડી શકાય છે, માનસિક બીમારીઓ મટાડી શકાય છે અને આધ્યાત્મિક મૂર્છાને તોડી શકાય છે. લેશ્યાપદ્ધતિ આધ્યાત્મિક મૂર્છાને મટાડવાની મહત્ત્વપૂર્ણ સારવારપદ્ધતિ છે. દૂષિત ભાવો અને વિકૃત વિચારો દ્વારા શરીરમાં જે ઝેર પેદા થાય છે, જે ઝેર જમા થાય છે તેને બહાર કાઢવાની આ અભૂતપૂર્વ પદ્ધતિ છે. રંગોના ધ્યાનથી કે રંગ-ચિકિત્સાથી એકત્રિત ઝેર બહાર નીકળે છે અને ભાવો તથા વિચારોને નિર્મળ બનાવે છે.
માણસ ખરાબ ભાવના ભાવે છે. ભાવના ચાલી જાય છે પરંતુ એ પોતાની પાછળ ઝેર છોડી જાય છે. એ ઝેર શારીરિક કે માનસિક બીમારી બનીને માણસને સતાવતું રહે છે. એ માણસ બેચેન અને બેદિલ બની જાય છે. માણસનો આ સ્વભાવ છે કે તે પરિણામ પર ઝાઝું ધ્યાન નથી આપતો. એ જો પરિણામનો વિચાર કરતો થઈ જાય તો પછી એ કયારેય ખરાબ ભાવના નહિ કરે, અનિષ્ટ વિચાર નહિ કરે. માણસ પરિણામ સામે આંખ મીંચીને જ ખરાબ પ્રવૃત્તિઓ કરે છે, ખરાબ ભાવના ભાવે છે અને ખરાબ વિચાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org