________________
સાત . . .
આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ કે જેમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિરોધાભાસ ચાલતા રહે છે. એવી એક પણ ક્ષણ પસાર નથી થતી જેમાં વિરોધાભાસ ન હોય. એક પણ દેશ એવો નથી જ્યાં વિરોધાભાસ ન હોય. એક પણ માણસ એવો નથી જેમાં વિરોધાભાસ ન હોય. સંભવત: એક પણ પદાર્થ એવો નથી કે જેમાં વિરોધાભાસ ન હોય.
કોઈ માણસ વિરોધી વાત કરે છે તેની એ વાત ખટકે છે, એ માણસમાં વિરોધાભાસ છે. પરંતુ આપણે એ ન ભૂલીએ કે આપણું સમગ્ર જીવન વિરોધાભાસથી ભરેલું છે. એક પણ માણસ એવો જોવા નહિ મળે જે સોળ આની સ્વસ્થ હોય અને એવો પણ એક માણસ જોવા નહિ મળે કે જે સોળ આની બીમાર હોય. એ સ્વસ્થ પણ છે અને બીમાર પણ. એક પણ માણસ એવો નથી કે જેનું મન પૂર્ણરૂપેણ સ્વસ્થ હોય અને જેનામાં ગાંડપણનો એક અંશ પણ ન હોય. એક પણ માણસ એવો નથી જે સંપૂર્ણ પણે ગાંડો હોય. ગાંડો છે તેનામાં પણ કંઈક થોડીક સમજદારી હોય છે. સમજદાર હોય છે તેનામાં પણ થોડુંક ગાંડપણ હોય છે.
સમજદારી અને ગાંડપણ બંને સાથે સાથે ચાલે છે. ન માલૂમ આ જગતનો આ તે કેવો નિયમ છે કે દરેક કાણે દરેક ભાગમાં વિરોધાભાસ છે! આ વિરોધાભાસી સ્થિતિમાં પણ ભગવાન મહાવીરે અનેકાન્તનું પ્રતિપાદન કર્યું હતું. તેમણે કહ્યું: “આપણે વિરોધાભાસોને નહિ મિટાવી શકીએ. એવી કોઈની તાકાત નથી કે તેને મિટાવી શકે. આપણે માત્ર આપણી દૃષ્ટિમાં સમતુલા લાવી શકીએ છીએ, સમન્વય લાવી શકીએ છીએ, સાપેક્ષતા લાવી શકીએ છીએ અને વિરોધોમાં અવિરોધ જોઈ શકીએ છીએ. આ આપણા હાથમાં છે પરંતુ પ્રકૃતિગત વિરોધાભાસોને આપણે મિટાવી નથી શકતા.
માણસ બીમાર પણ છે અને સ્વસ્થ પણ છે. બીમારી એક અપાય છે. તેને મટાડવાનો ઉપાય પણ છે. અપાય અને ઉપાય બંને જોડાજોડ ચાલે છે. જેટલા અપાય છે તેટલા ઉપાય પણ છે. અપાય છે તો શોધવું પડશે. અપાય સામે આવ્યો તો માણસે ઉપાય શોધ્યો. શરીર બીમાર પડે છે. બીમારી એક અપાય છે. માણસે શરીરને નીરોગ અને સ્વસ્થ રાખવા માટે સારવાર –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org