________________
આભામંડળ અને શકિત-જાગરણ [૧] ૧૪૯ આટલા મહત્વપૂર્ણ ગ્રન્થની રચના ત્યારે થઈ શકી કે જ્યારે અનુરાગ નો પ્રવાહ બદલાયો. ઊર્જાનો પ્રવાહ જો કામ-વાસના પ્રત્યે વહ્યો હોત તો આ મહાન ગ્રન્થની રચના ન થઈ શકી હોત. આથી મૈથુનને, સંભોગને કે કામ-વાસનાને નૈસર્ગિક માની લઈને પણ આપણે નૈસગિક નીકમાં વહેતી ઊર્જને બીજી દિશામાં નહીં લઈ જઈએ તો પછી માણસ પશુ જ રહેશે. એ આજના અર્થમાં માણસ નહીં બની શકે. આથી આ અત્યંત જરૂરી છે કે આપણે નૈસર્ગિક રાગને એક નવો માર્ગ આપીએ, નવો રસ્તો આપીએ, અને તેના માટે એક નવો દરવાજો ઉઘાડીએ.
એક વાત છે કે મુક્તભોગનું પ્રતિપાદન કરનારી વિચારધારા પ્રમાણે પ્રેમની મહાસત્તાનું જ બીજું નામ છે “કામ”. આથી પ્રેમનો વિસ્તાર કરવા માટે કામની મુક્તતા અનિવાર્ય છે.
કામ પ્રેમનું જ એક અંગ છે. અર્થાત્ રાગનું જ અંગ છે. આ સાચું છે કે બધું જ રાગથી જ ચાલે છે, પ્રેમથી જ ચાલે છે. પરંતુ રાગને મુક્ત કરવાની વાત ઘણી ભયંકર છે. કામનો મુક્ત ઉપયોગ કેવી રીતે શકય છે? આપણે આ સંભાવનાનો વિચાર કરીએ. ક્રોધ પ્રાકૃતિક ગુણધર્મ છે. શું આપણે તેનો મુક્ત ઉપયોગ કરીશું? કોધનો મુક્ત ઉપયોગ જો શરૂ થઈ જાય તો ન સમાજ ચાલશે, ન કુટુંબ ચાલશે, ન પાડોશ ચાલશે. બધું જ વીખરાઈ જશે. માણસે સૌ પ્રથમ એક સમાધાન કર્યું. તેની શરત છે: “હું તને બાધા નહીં પહોંચાડું, તું મને બાધા ન પહોંચાડતો. આ સમાધાનના આધારે સમાજ બન્યો. ગામ બન્યાં. હજારો માણસ સાથે રહેવા લાગ્યા. આ સમાધાન ન થયું હોત તો ન સમાજ બનત, ન કોઈ ગામ વસત. બધું જંગલ જ હોત,
જ્યાં એક જાનવર બીજા પર ત્રાટકે છે ને મારે છે. પ્રેમ, અહિંસા અને મૈત્રીની પ્રથમ નિષ્પત્તિ છે, સમૂહમાં રહેવું, ગામનું વસવું, ગામ કે નગરનો વિકાસ, સમાજનો વિકાસ આ અહિંસાની સમજતીના આધાર પર થયો છે. કુટુંબનો વિકાસ પણ તેના આધારે થયો છે. કામ-વાસના જ અનિયંત્રિત હોત, તેનો ઉપભોગ મુક્ત હોત તો ન કુટુંબ બનત, ન સમાજ બનત કે ન ગામ બનત. મુક્ત ભોગ એકબીજાના પરિવારમાં હસ્તક્ષેપ છે. સમાજવ્યવસ્થામાં આ દખલગીરી અમાન્ય રહી છે. આવી સ્થિતિમાં જ્યાં અધ્યાત્મનો પ્રશ્ન છે, માણસના ઉદારીકરણનો પ્રશ્ન છે ત્યાં મુક્તભોગની વાત કયારેય માન્ય ન થઈ શકે.
હું માનું છું કે કોઈ પણ વૃત્તિનું દમન ન થવું જોઈએ. ડિપ્રેશન ખતરનાક છે. મનોવિજ્ઞાને તેના પર ઘણા પ્રહાર કર્યા છે. તે યોગ્ય પણ છે. દમન નહીં કરવું જોઈએ. દબાવવું-ફરવું નહીં જોઈએ, તેનો અર્થ એ કદી નથી થતો કે તેને સર્વથા મુક્ત કરી દેવી જોઈએ. આપણે ત્રીજો માર્ગ શોધવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org