________________
બે ...
આપણે સત્યની શોધ માટે ધ્યાન કરી રહ્યા છીએ. સત્યની શોધ બે સાધનોથી થઈ શકે છે. એક સાધન છે તર્ક. બીજું સાધન છે અનુભવ કે સાક્ષાત્કાર. પદાર્થ બે પ્રકારના હોય છે, હેતુગમ્ય અને અહેતુગમ્ય. બીજા શબ્દોમાં કહીએ તો પદાર્થ બે પ્રકારના હોય છે, તર્કગમ્ય અને તકતીત. પદાર્થનાં બે સ્વરૂપ છે, સ્થૂળ અને સૂક્ષ્મ. પદાર્થના સ્થૂળ પર્યાય આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિના વિષય બને છે. તર્કથી તેમની વ્યાખ્યા કરી શકાય છે. પરંતું પદાર્થનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે, તકતીત સ્વરૂપ છે તે ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો વિષય નથી બનતું. સૂક્ષ્મ પર્યાય તર્કતીત હોય છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી તે પકડી નથી શકાતા.
મધ્યકાળમાં દર્શનનું સ્વરૂપ બદલાઈ ગયું. તેના ઉપર તર્કનું પ્રભુત્વ સ્થપાઈ ગયું અને માની લેવામાં આવ્યું કે દર્શનને તર્ક દ્વારા જ સમજી શકાય છે. દર્શન અને તર્ક બને પર્યાયવાચી જેવા બની ગયા. પરંતુ તર્ક દર્શનનો ઘણો છીછરો ભાગ છે. સાગરના કિનારાને આખો સાગર નથી કહેવાતો. સાગરનો એ છીછરો ભાગ છે. ત્યાં છીપલાં જ મળે છે જ્યારે સાગરના ઊંડે બીજું જ કંઈ મળે છે, ત્યાં રત્નો મળે છે. દર્શનનું ઊંડાણ તર્કથી નથી માપી શકાતું. તર્કથી દર્શનની વ્યાખ્યા નથી કરી શકાતી. દર્શનનો એક ઉપલો ભાગ સ્થળ પર્યાયોને અભિવ્યક્તિ આપે છે. એ ભાગ ભલે ને તર્ક દ્વારા સમજાવી શકાતો હોય પરંતુ સૂક્ષ્મ પર્યાયની અભિવ્યંજના તર્ક દ્વારા નથી થઈ શકતી. એ તો માત્ર અનુભવ દ્વારા જ થઈ શકે.
મધ્યકાળની ધારણાએ આપણી અનુભવની ચેતનાને ઊંઘાડી દીધી. આપણે માત્ર તર્કના મંથનમાં જ મૂંઝાઈ ગયા. સ્વઅનુભવ અને પ્રયોગ-પરીક્ષણની વાત જ છૂટી ગઈ, વીસરાઈ ગઈ. વિજ્ઞાને એટલો વિકાસ કર્યો કે તે માત્ર સિદ્ધાંતના આધારે ન ચાલ્યું. માત્ર તર્કના આધારે ન ચાલ્યું. તેણે સિદ્ધાંત અને તર્ક બંનેનો સાથ લીધો પરંતુ તેમના પર જ આધારિત ન રહ્યું. દર્શને એટલા માટે કોઈ પ્રદાન ન કર્યું કે તે માત્ર તર્કના સહારે જ રહ્યું. તેણે માત્ર શાસ્ત્ર, વામય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org