________________
ધ્યાન શા માટે? ૧૦૫ શહેરમાં ચિત્રનું પ્રદર્શન ભરાયું તેમાં તેણે એ ચિત્ર મોકલ્યું. હજારોની ભીડ જામી. ચિત્રોનું વેચાણ શરૂ થયું. ગ્રામીણ નારીના ચિત્રના રૂ. પચાસ હજાર બોલાયા. એક માણસે એ ચિત્ર ખરીદી લીધું. ચિત્ર લઈ દર્શનની બહાર નીકળ્યો. એ બહાર દરવાજા પાસે એક સ્ત્રી રડી રહી હતી. પાંચ-દસ પૈસાની એ ભીખ માગી રહી હતી. પચાસ હજારનું ચિત્ર ખરીદ કરનારે એ ભિખારણને ધુત્કારી કાઢી.
એ ભિખારણે એ ચિત્ર જોયું તો એ સ્તબ્ધ રહી ગઈ. કારણ એ ચિત્ર તેનું જ હતું. બિબ પાંચ-દસ પૈસા માટે રડી રહ્યું હતું અને પ્રતિબિંબ પચાસ હજાર રૂપિયામાં વેચાતું હતું. કેવી વિડંબના?!!!
ધ્યાન સિવાય એવું બીજું કોઈ માધ્યમ નથી કે જે પ્રતિબિબોને હટાવીને મૂળ સુધી પહોંચાડી દે. પ્રતિબિંબને બિબનું મૂલ્ય નહિ આપી શકાય. બિબ બબ હોય છે અને પ્રતિબિંબ પ્રતિબિંબ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org