________________
૧. ધ્યાન શા માટે?
૧ ૦ સત્ય શોધવા માટે, ચેતનાની સ્વતંત્ર સત્તાનો અનુભવ કરવા માટે,
શાતાને પ્રતિષ્ઠિત કરવા માટે. ૨ ૦ ચેતનાને વ્યાપક બનાવવા માટે, પદાર્થ-પ્રતિબદ્ધતાને તોડવા માટે. ૩ ૦ અંતર્દષ્ટિને જાગ્રત કરવા માટે. જ ૦ ચૈતન્ય-કેન્દ્રોને જાગ્રત કરવા માટે. ૫ ૦ વેશ્યાને રૂપાંતરિત કરવા તેમ જ આભામંડળને સ્વચ્છ અને શક્તિશાળી
બનાવવા માટે. ૬ ૦ ચિત્તને નિર્મળ, જાગ્રત, સશક્ત અને અંતર્મુખી બનાવવા માટે. ૭ ૦ દુ:ખમુક્તિ માટે. ૮ ૦ પ્રવૃત્તિથી શક્તિ ક્ષીણ થાય છે. નિવૃત્તિથી શક્તિ સંરક્ષિત અને
વિકસિત થાય છે. સ્મૃતિ. વિશ્લેષણ, ચયન નિર્ધારણ – આ બધું નાના
મગજમાંસેિરિબેલમ)માં સંભવે છે. તે સર્વનો વિકાસ ધ્યાન દ્વારા થાય છે. ૯ ૦ વિચાર અને સંવેદનાના નિયંત્રણથી અતીન્દ્રિય શાન થાય છે ૧૦ ૦ ભૌતિક–પદાર્થવિજ્ઞાની ઈવન શ્રેડિંગરે કહ્યું છે કે પદાર્થનું મૂળ સ્વરૂપ
કણ છે કે તરંગ એ વિવાદ એટલી મહત્વનો નથી કે જેટલો જડ અને ચેતનાના પારસ્પરિક સંબંધોની ગૂંચને ઉકેલવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org