________________
રંગોનું ધ્યાન અને સ્વભાવ-પરિવર્તન ૩ હોય છે અને પ્રકાશના લાલ, પીળા અને સફેદ રંગ સારા હોય છે. કૃષ્ણલેશ્યા વિશુદ્ધ થતી થતી નીલ-લેશ્યા બને છે.
મહાવીરને પૂછવામાં આવ્યું : હે ભગવંત! શું કૃષ્ણ વેશ્યા, નીલ લેયા અને કાપોત-લેશ્યાનાં પરિણામ અપ્રશસ્ત હોય છે?” મહાવીરે કહ્યું: ‘એવું નથી. કૃષણ, નીલ અને કાપોત વેશ્યાના સમયે આપણાં પરિણામ પ્રશસ્ત અને અપ્રશસ્ત બને હોય છે. આથી સાપેક્ષતાથી કહી શકાય કે કૃષણ-લેશ્યાની અપેક્ષાએ નીલ-લેશ્યા વિશુદ્ધ છે, અને નીલ-લેશ્યાની અપેક્ષાએ કાપોત-લેશ્યા વિશુદ્ધ છે.”
આપણે બે પ્રકાર કરવા પડશે. એક સંકલેશનો અને બીજો અસંકલશનો. સંકલેશનું ચરમ બિન્દુ છે, કૃષ્ણ-લેશ્યા અને સંકલેશનું ચરમ બિન્દુ છે, શુકલ-લેશ્યા. અસંકલેશ એટલે વિશુદ્ધિ. વિશુદ્ધિની જઘન્ય અવસ્થા છે તે જોલેશ્યા, મધ્યમ અવસ્થા છે પદ્મ-વેશ્યા અને ઉત્કૃષ્ટ અવસ્થા છે શુકલ-લેશ્યા. સંકશ એટલે અવિશુદ્ધિ. અવિશુદ્ધિનું ચરમ બિન્દુ છે કૃષ્ણ-લેશ્યા, મધ્યમ બિન્દુ છે નીલ-લેશ્યા અને જઘન્ય બિન્દુ છે કાપોત-લેશ્યા.
બધા રંગ ન ખરાબ હોય છે, ન સારા. સફેદ રંગ પણ જો અંધકારનો હોય તો તે ખરાબ હોય છે અને પ્રકાશનો હોય તો એ સારો હોય છે.
અમેરિકન મહિલા વૈજ્ઞાનિક જા. જે.સી ટ્રસ્ટે માણસના આભામંડળ વિષયમાં ઘણી શોધો કરી છે. તેમણે રંગોનું એક વર્ગીકરણ આપ્યું. એક પ્રકાશનો રંગ. બીજા અંધકારના રંગ. તેની તુલના પ્રશસ્ત અને અપ્રશસ્ત રંગોથી કરી શકાય. કાળો રંગ ખરાબ જ હોય આવું થોડું છે? તે સંરક્ષણ આપનારો રંગ છે. ધ્યાનમાં પણ કાળા રંગનું ઘણું મહત્ત્વ છે. તીર્થકરોની ઉપાસના પણ કાળા રંગથી કરાય છે. વૈદિક સાધનાપદ્ધતિમાં બ્રહ્માની ઉપાસના લાલ રંગથી કરવામાં આવે છે. વિખણની ઉપાસના કાળા રંગથી પણ કરવામાં આવે છે કારણ કાળો રંગ સંરક્ષણનો રંગ છે. મહેશની ઉપાસના સફેદ રંગથી કરાય છે, કારણ મહેશ- શિવ સંહાર કરનાર છે.
કાળો રંગ સારો પણ હોય છે અને ખરાબ પણ હોય છે. સફેદ રંગ સારો પણ હોય છે અને ખરાબ પણ હોય છે
અધ્યાત્મના વિકાસમાં રીંગણિયા રંગનું ઘણું મહત્વ છે. માણસની હિંસાત્મક વૃત્તિઓને બદલવામાં આ રંગ ઘણી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.
આજના લક્ષ્મી-પૂજા અને પ્રકાશની પૂજાના અવસરે આપણે પવિત્ર રંગોનું ધ્યાન ધરીએ. સફેદ અને પીળા રંગનું ધ્યાન ધરીએ. આપણા પવિત્ર સંકલ્પોને અંતર્જગત સુધી પહોંચાડીને આપણે એવી આરાધનાપદ્ધતિ વિકસાવી શકીએ છીએ કે જે લૌકિક પદ્ધતિથી પણ વધુ શક્તિશાળી હોય. આ પદ્ધતિથી બે લાભ થાય છે. એક તો મનની શાંતિ અને બુદ્ધિની નિર્મળતાની સાધનાનો વિકાસ થાય છે, અને બીજું બાહ્ય વ્યક્તિત્વનો વિકાસ પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org