SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મના વિવિધ સંપ્રદાયોઃ (સંક્ષિપ્ત પરિચય) પ્રણામી પંથ આ પંથના આદ્યસ્થાપક દેવચંદ્ર મહેતાજી હતા. આ સંપ્રદાય સૌરાષ્ટ્રમાં સવિશેષ પથરા થયા છે. આ સંપ્રદાયના લોકે ગળામાં તુલસીની માળા અને કપાળમાં રામાનુજી સંપ્રદાય જેવું તિલક કરે છે. અહીં શીખસંપ્રદાય માફક ફૂલજલ” ગ્રંથની પૂજા છે. અહીં એકેશ્વરવાદ અને ગુરુમહિમા ગાવામાં આવ્યા છે. આ સંપ્રદાયને વિશેષ પ્રચાર સમાજના નીચલા થરના લેકમાં જોવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયની ભારતીય સમાજ પર અસર વૈષણવ ધર્મ ભારતીય સમાજ અને સાહિત્ય પર વ્યાપક પ્રમાણમાં અસર કરી છે. સમાજમાં વિષ્ણુપૂજા સાથે વિષ્ણુના દસ અવતારની પૂજા તથા પુષ્ટિસંપ્રદાય ઘણે જ લેકપ્રિય બન્યું છે. સમાજમાં વણવ મંદિરે પુષ્ટિસંપ્રદાયનાં કેન્દ્રો બન્યાં. તે સર્વ હવેલી મંદિર તરીકે ઓળખાયાં. અહીં ગવાતું સંગીત સમગ્ર ભારતમાં “હવેલી સંગીત'ના નામે પ્રસિદ્ધ બન્યું. હવેલી સંગીતમાં કૃષ્ણની બાળલીલા, રાસલીલા વગેરે પ્રસંગેનાં ગીત ઘણાં જ લોકપ્રિય બન્યાં. વૈષ્ણવ સંપ્રદાયમાં બ્રહ્મસંબંધનું મહત્ત્વ સવિશેષ છે. આથી વૈષ્ણવ સંપ્રદાયના મહારાજેનું વૈષ્ણવ સમાજ પર વિશેષ પ્રભુત્વ છે. દરેક વૈષ્ણવ પોતાનાં બાળકને બ્રહ્મસંબંધ લેવડાવવાને ખાસ આગ્રહ રાખે છે. તેઓ કપાળમાં ઊભું તિલક કરે છે. ઘણું વિણવા પિતાનાં અને અન્ય કુટુંબીજનોનાં નામ કૃષ્ણ અને રાધાના નામ ઉપરથી રાખે છે. દા. ત. કૃષ્ણદાસ, ચરણુદાસ, દ્વારકાદાસ, રાધેશ્યામ, વૃજલાલ, નંદલાલ, કનૈયાલાલ, રાધિકા, રાધા, તુલસી વગેરે. પુષ્ટિસંપ્રદાયના ચુસ્ત અનુયાયીઓ અન્ય સંપ્રદાયના દેનાં નામ લેતા નથી. તેઓ એકબીજાને મળતાં “જ્યશ્રીકૃષ્ણ” કે “જ્ય જ્ય શ્રીગોકલેશ” બોલે છે. વૈષ્ણવ સંપ્રદાયના ઘણું અનુયાયીઓ પિતાનાં વસ્ત્રો પર રાધા અને કૃષ્ણનાં નામ તથા તેમનાં આયુધેની છાપ લગાવે છે. ઘણું વિષ્ણુ પિતાના કુટુંબીઓના પુણ્યાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરે છે. સુરદાસ, નરસિંહ, પ્રેમાનંદ, મીરાં, દયારામ, તુકારામ, રામદાસ, વગેરે વૈષ્ણવ સંપ્રદાયના લેકપ્રિય કવિઓ છે. તેમની કવિતા ઉપર કૃષ્ણની બાળલીલાની વ્યાપક અસર વર્તાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રેમાનંદની ઓખાહરણ, મામેરું વગેરે કૃતિઓ ઘણી જ લોકપ્રિય છે. આ સંપ્રદાયમાંથી કબીર, દાદુ, લાલદાસી, સતનામી, બાબાલાલી, સાઢ, ચરણદાસી, શિવનારાયણી વગેરે વિવિધ શાખાઓને જન્મ થયો. આ પંથે માં હિન્દુ અને મુસલમાન સર્વ દાખલ થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy