________________
ભારતીય ધર્મો નીચલા થરના ગણાતા લેકેમાં આચારશુદ્ધિને ફેલાવો કરતાં અનેક નિર્દોષ કુટુંબે. બરબાદ થતાં બચ્યાં, સમૃદ્ધ બન્યાં.
આ સંપ્રદાયની આચારશુદ્ધિથી પ્રેરાઈને સૌરાષ્ટ્રમાં ગઢડા અને તેની આસપાસના પ્રદેશમાં વસતા ખોજા કુટું બેએ આ ધર્મની આચારસંહિતા અપનાવી છે. સુરતમાં સ્વામીનારાયણ સંપ્રદાયની અસર અનેક પારસી કુટુંબમાં વર્તાય છે. સ્વામીનારાયણ સંપ્રદાયે પરધમઓને પિતાનામાં સમાવવાની જે ઉદારતા બતાવી તેનાથી અનેક હિંદુકુટુંબે અન્ય ધર્મ તરફ દેરાતાં અટકી ગયાં.
આ સંપ્રદાય ભારતના ગુજરાત પ્રદેશમાં તેમ જ દુનિયાના અન્ય દેશો જેવા કે ઈંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા વગેરેમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો છે. ગુજરાતમાં અમદાવાદ, વડતાલ (જિ. ખેડા), ગઢડા વગેરે આ સંપ્રદાયનાં મુખ્ય તીર્થધામો મનાય છે. આ સંપ્રદાયની સરખામણીએ સમાજસેવાનું આવું ઉત્તમ કાર્ય અન્ય કઈ ભારતીય ધર્મોએ કર્યું નથી. આ સંપ્રદાયે ભારતમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નેધપાત્ર ક્રાંતિ આણી ભારતનું અન્ય દેશોમાં ગૌરવ વધાર્યું. રામાનંદી પંથ
આ સંપ્રદાય વિષ્ણવ સંપ્રદાયની એક શાખા હોય તેમ જણાય છે. રામાનંદી વૈરાગીઓ રામાનંદને શ્રીસંપ્રદાયના પરમ આચાર્ય માને છે. પણ એમણે પિતાના ગુરુથી જુદા પડી પોતાના ઉપદેશમાં કેટલાંક નવાં તત્ત્વો દાખલ કર્યા છે. ગુજરાતમાં અને વિશેષતઃ સૌરાષ્ટ્રમાં આ શાખાનાં અનેક મંદિરો આવેલાં છે. સમાજના નીચલા થરના લેકે જેવા કે કણબી, લુહાર, કડીઆ, દરજી વગેરેમાં આ પંથના ઘણું અનુયાયીઓ જોવા મળે છે. આ પંથના મંદિરમાં રામ, લક્ષ્મણ, સીતા વગેરેની પ્રતિમાઓ પૂજાય છે. રાધાવલ્લભ સંપ્રદાય
આ સંપ્રદાયના આદ્યપ્રણેતા ગૌસ્વામી હિતહરિવંશજ છે. તેઓ નિમ્બાર્ક મતના પરમ આચાર્ય મનાય છે. તેમણે રાધા સાથેની કૃષ્ણભક્તિ પ્રબોધી છે. આ કૃષ્ણભક્ત હિત હરિવંશજીને જન્મ મથુરાની દક્ષિણે આવેલા બાદગાંવમાં થયો હતા. તેમણે પિતાને ન સંપ્રદાય ચલાવ્યું. તેમનું કાયક્ષેત્ર મથુરા અને તેની આસપાસને પ્રદેશ હતું. વૃંદાવનમાં તેમણે પિતાના સંપ્રદાયના ઇષ્ટદેવ શ્રી રાધાવલ્લભજીની પ્રતિમા સં. ૧૫૮૨ (ઈ. સ. ૧૫૩૬)માં સ્થાપી ત્યાં મંદિર બનાવ્યું. તેમના ઉપદેશમાં રાધાકૃષ્ણના પરસ્પર યુગલ સ્વરૂપની લીલાઓનું વર્ણન જેવા મળે છે. આ સંપ્રદાયનાં મંદિરે ઉત્તર હિંદમાં અનેક સ્થળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org