________________
ભારતીય ધર્મો રચ્યું છે. મહાભારતમાં નારાયણીપર્વ સાથે પાશુપતશાસ્ત્રનો ઉલ્લેખ છે (શાન્તિપર્વ અ. ૩૪૯ . ૬૪). સૌપ્તિક પર્વમાં અશ્વત્થામાએ શિવની તપશ્ચર્યા કરીને પાંડવોના સૈન્યને નાશ કર્યો હોવાનું જણાવ્યું છે. રામાયણમાં વાલ્મીકિ રામને શિવપૂજન કરતા વર્ણવે છે.
આપણે જ્યારે પૌરાણિક યુગમાં આવીએ છીએ ત્યારે શૈવસંપ્રદાય વ્યવસ્થિત થયેલ જોવા મળે છે. વાયુપુરાણ (અ. ૨૩), લિંગપુરાણ (અ. ૨૪), કુર્મપુરાણ (અ. ૫૩), શિવપુરાણ (સંહિતા-૩ અ. ૫), વગેરેમાં શિવ પોતે અજગ્યા હોવા છતાં તેમના અનેક અવતારની કથાઓ આપેલ છે.
એતિહાસિક યુગમાં આવીએ છીએ ત્યારે ધીરેધીરે રુદ્ર-શિવને મહિમા વધતા જોવા મળે છે. લિંગપૂજા સામેને અણગમે ધીરેધીરે સમાજમાંથી દૂર થવા લાગે અને લિંગને શિવના પ્રતીક તરીકે પૂજવાનું શરૂ થયું. શિવ મહાદેવ-માહેશ્વર ગણવા લાગ્યા. એમના પશુપતિ સ્વરૂપમાં પશુ એટલે જીવ એ પ્રતીકાર્થ લઈ આધ્યાત્મિક અર્થ ઘટાવાયે. સમાજમાં શિવના ઉપાસકે પોતાને માહેશ્વર તરીકે ઓળખાવા લાગ્યા એમ નીચેના પ્રમાણે પરથી જાણવા મળે છે?
કેડેફસ રજે (ઈ. સ. ૪૫થી ૭૮) પિતાના સિક્કા ઉપર પિતાને માહેશ્વર તરીકે કહે છે. સિક્કાની એક બાજુ ત્રિશલધારી પુરુષ (શિવ)નું અને બીજી બાજુ નંદિનું ચિહ્ન જોવા મળે છે.
કણિક્કન (ઈ. સ. ૭૮થી ૧૨૩)ના સિક્કા ઉપર ચતુર્ભુજ શિવપ્રતિમા કોતરેલી છે.
ભારશિવ રાજવીઓ પોતાને શિવભક્ત તરીકે ઓળખાવતા. તેઓ ખભા ઉપર અને ગળામાં શિવલિંગને રાખતા. તેઓ નાગજાતિના હતા. એમણે પિતાની સત્તા ગંગાના તટ પ્રદેશમાં વિસ્તારી હતી. તેમણે દસ અશ્વમેઘયજ્ઞ કર્યા હતા.
ઈ. સ.ના છઠ્ઠા શતકના આરંભમાં થઈ ગયેલ દૂણરાજા મિહિરકુલ પિતાને શૈવભક્ત તરીકે ઓળખાવતા. | ગુજરાતમાં મૈત્રક વંશના અનેક રાજવીઓ પિતાને પરમ માહેશ્વર તરીકે ઓળખાવતા એમ મૈત્રકકાલીન અનેક તામ્રપત્રો પરથી જાણવા મળે છે. મૈત્રક રાજવી શિલાદિત્ય ધર્માદિત્યે ઈ. સ. ૬૦૯માં શિવાલયને એક વાળી અને બે ક્ષેત્રનું દાન આપ્યું હતું. તેમનાથનું પ્રસિદ્ધ મંદિર આ સમયે બંધાયું હેવાનું મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org