________________
હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાય (સંક્ષિપ્ત પરિચય)
યજુર્વેદમાં રુદ્રની ઉપાસના બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમાં તો શતરુદ્રિય નામને આ વિભાગ છે. શૈવસંપ્રદાયમાં આ શતરુદ્રિયનું સ્થાન ઘણું મોટું છે. એ શૈવસંપ્રદાયને આદ્યગ્રંથ છે એમ કહી શકાય. યજુર્વેદમાં રુદ્રનું શિવત્વ માત્ર રોગને નાશ કરવામાં કે બાહ્ય ભયથી ભક્તનું રક્ષણ કરવામાં સમાપ્ત થતું નથી પણ તે પાપનાશક પણ બને છે. અહીં રુકનું વિકાસ પામેલું સ્વરૂપ
જોવા મળે છે. અહીં તેને ગિરીશ કહેવામાં આવેલ છે. આને અર્થ પર્વત પર શિયન કરવાવાળા' એ થાય છે. વેદને આ રુદ્રમાં ઔષધિઓના ચિકિત્સકનું
સ્વરૂપ દેખાય છે. તે પશુઓનું રક્ષણ કરતા હોઈ પશુપતિ” પણ કહેવાય છે. સમય જતાં રુદ્રનું ક્ષેત્ર વિશાળ બન્યું. તે દિશાઓના પતિ તરીકે ઓળખાવા લાગ્યા.
અથર્વવેદમાં રુદ્રની ભાવના જુદા પ્રકારે ખીલે છે. શિવનાં કેટલાંક નવાં નામ પ્રચારમાં આવે છે. તે ભવ અને શર્વને નામથી ઓળખાતા થયા. અહીં એક મંત્રમાં બધાં નક્ષત્ર અને ચંદ્ર રુદ્રના તાબામાં છે એમ કહ્યું છે.
શતપથ બ્રાહ્મણ અને કૌષીતકી બ્રાહ્મણ (૬-૧–૯)માં રૂદ્રને ઉષાને પુત્રે કહ્યો છે અને એ જગ્યા પછી એને પ્રજાપતિએ ભવ, શર્વ, પશુપતિ, ઉગ્ર, રુદ્ર, મહાદેવ, ઈશાન અને અશનિ (વીજળી) એમ આઠ નામ આપ્યાને ઉલ્લેખ છે.
પારસ્કર ગૃહ્યસૂત્રમાં (૩–૧૫) માર્ગે જતાં, ચૌટામાં જતાં, નદી ઓળંગતાં, વહાણમાં બેસતાં, અરણ્યમાં પ્રવેશ કરતાં, પર્વત ઉપર ચડતાં, ગૌશાળા પાસેથી પસાર થતાં રુદ્રને નમસ્કાર કરવાનું કહ્યું છે. ઉપનિષદે અને પછીના સમયમાં શૈવસંપ્રદાયમાં યોગ અને ભક્તિને સુમેળ સધા. ઉપનિષદમાં જેને બ્રહ્મ માન્ય છે તે જ દેવ અહીં શિવ, મહેશ, મહાદેવ તરીકે ઓળખાવા લાગે. મહાભારતના સમયમાં મૂર્તિપૂજા કરતાં લિંગપૂજનું મહત્ત્વ સવિશેષ દેખાય છે.
આમ ધીરેધીરે કલ્યાણકારી શિવની કલ્પના વિકસી. રુદ્ર ગણ પતિ તેમ જ નિષાદોના પતિ તરીકે ઓળખાવા લાગ્યા. સમય જતાં રુદ્રનાં આઠ નામ અને પછી બાર નામ પ્રચલિત થયાં.
મહાભારતમાં એક સ્થળે એમ કહેવામાં આવ્યું કે બ્રહ્માના કપાળમાંથી રુદ્રને જન્મ થયો. આ જ મહાકાવ્યમાં બીજી જગ્યાએ એમ કહેવામાં આવ્યું છે કે “રુદ્ર” એ બ્રહ્માને માનસપુત્ર છે. વનપર્વમાં અર્જુન શિવ પાસેથી શસ્ત્રો મેળવવા ઉગ્ર તપ કરે છે. તેના તપની પરીક્ષા કરવા શિવ કિરાતનું સ્વરૂપ ધારણ કરે છે. અર્જુનની શક્તિથી પ્રભાવિત થઈને શિવ અર્જુનને પિતાનું પાશુપતાસ્ત્ર આપે છે. આ પ્રસંગ ઉપરથી મહાકવિ ભારતીએ કિરાતાજુંન” નામનું મહાકાવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org