________________
૪૪
ભારતીય ધર્મો
અંત્યેષ્ટિ સંસ્કાર. આ સંસ્કાર માનવજીવનના જુદા જુદા તબક્કાઓને આવરી લે છે. એમ મનાય છે કે બન્મના નાતે ગુદા સંસ્કાર નિ ૩uતે ” જન્મથી તે માનવી શદ્ર હોય છે. તેને સંસ્કાર વડે દ્વિજ બનાવી શકાય છે. આ સંસ્કારની ક્રિયાઓ દ્વારા મનુષ્યને તેના કર્તવ્યનું ભાન કરાવાય છે. વર્તમાન સમયમાં આ સંસ્કારે સર્વહિન બની ગયા છે. વર્તમાનકાલમાં શિક્ષણના પ્રભાવ નીચે પ્રાચીન સંસ્કારનું મહત્ત્વ તદ્દન ઘટી ગયું છે. તેની મૂળ ભાવનાને ઉપહાસ થાય છે. ટૂંકમાં હિંદુ વિચારકોએ સમાજના જુદા જુદા વર્ગો માટે જુદા જુદા સંસ્કારે નક્કી કરી ભારતીય પ્રજાના જીવનને આધ્યાત્મિક માર્ગે દોરવાને પ્રયત્ન કરેલ છે. (૩) વર્ણાશ્રમધર્મ
પ્રાચીન ઋષિમુનિઓએ માનવી તેમ જ સમાજને વ્યવસ્થિત કરવા માટે તેની સર્વ પ્રવૃત્તિને ધર્મ કેન્દ્રી બનાવી. માનવી ગૃહસ્થ તરીકેના નિયમોનું પાલન કરી આધ્યાત્મ જીવન જીવે તે માટે માનવીનું સરેરાશ ૧૦૦ વર્ષનું આયુષ્ય કિપી, સમગ્ર જીવનને ચાર આશ્રમ જેવા કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ સન્યાસાશ્રમ એમ ચાર વિભાગમાં વહેંચી નાખી દરેક આશ્રમના ધર્મ બતાવ્યો. દરેક આશ્રમમાં “શ્રમનું મહત્વ છે. બ્રહ્મચર્યાશ્રમમાં સાદાઈથી જીવન ગાળી ગુરુની પાસે રહી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરવી, ગૃહસ્થાશ્રમમાં સત્યનું આચરણ કરી પંચ મહાયજ્ઞ પ્રમાણે કુટુંબ અને દેશ તરફ પિતાની ફરજો બજાવવી, વાનપ્રસ્થાશ્રમમાં સંસારમાંથી ધીરે ધીરે બહાર નીકળી આધ્યાત્મિક જીવન જીવવા માટે ત્યાગવૃત્તિ કેળવવી, સંયમી જીવન ગુજારવું અને સંન્યાસાશ્રમમાં નિર્મોહી બની મોક્ષની પ્રાપ્તિ કરવી વગેરે કાર્ય કરવાનું છે.
આ જ પ્રમાણે શાસ્ત્રકારોએ સમાજને ચાર વિભાગમાં વહેંચી નાંખી ધંધા પ્રમાણે ચાર વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વિસ્વ ને શક પાડી દરેક વર્ણની ફરજો જણાવી છે. બ્રાહ્મણનું મુખ્ય કાર્ય અધ્યયન કરવું અને કરાવવું, ક્ષત્રિયે સમાજનું રક્ષણ કરવું, વિયે ખેતી કરવી, વેપારવણજ કરો અને શત્રે સમાજસેવાનું કાર્ય કરવાનું જણાવ્યું છે.
આમ વર્ણવ્યવસ્થા અને આશ્રમ દ્વારા હિંદુ વિચારકોએ જીવનને સુરેખ નકશો આપે છે અને તે દ્વારા જીવનના આખરી મુકામે પહોંચવાનો માર્ગ દર્શાવ્યું છે. આ દ્વારા હિંદુ વિચારકોએ સામાજિક આદર્શો રજુ કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org