________________
હિંદુધર્મ જ ચાલે છે. કર્મ એ મનુષ્યને ધર્મ છે. કર્મથી ડરી જઈને મનુષ્ય નિર્બળ બનવું ન જોઈએ, કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી જોઈએ. મનુષ્ય પોતાનાં બધાં કર્મો ઈશ્વરને ચરણે ધરવાં જોઈએ. કર્મમાં કુશળતા કેળવવી એ જ સાચે ગ છે. પરમેશ્વરને પામવાને એ જ સાચો માર્ગ છે.
ગીતાને ત્રીજો મહત્ત્વને ઉપદેશ સ્વધર્મ પાલનને છે. અહીં ધર્મ એટલે કઈ સંપ્રદાય કે અનુગમ નહિ પરંતુ કર્તવ્ય એવો અર્થ લેવાનું છે. ગુણકર્મ પ્રમાણે આપણે જે કંઈ ફરજ બજાવીએ તે જ આપણે ધર્મ છે. જે પરિસ્થિતિમાં આપણે હોઈએ તે પરિસ્થિતિને અપનાવી આપણી ફરજ અદા કરવી જોઈએ. ગીતાને મુખ્ય સૂર એ છે કે બીજાના ધર્મ કરતાં પોતાને ધર્મ શ્રેષ્ઠ છે. ધર્મ એટલે ફરજ સ્વધર્મનું પાલન કરતાં મૃત્યુ આવે તે પણ ડરવું જોઈએ નહિ.
ગીતાને ચોથે મહત્વને ઉપદેશ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ પ્રાપ્ત કરવાનું છે. ગીતાને સર્વોત્તમ પુરુષ તે સ્થિતપ્રજ્ઞ છે. મનુષ્ય જ્યારે પિતાના મનમાં રહેલી બધી કામનાઓને ત્યાગ કરે છે. તૃષ્ણએને દાબી દઈ આત્મા વડે આત્મામાં જ -તૃપ્ત રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આવા મનુષ્યને જગતના સુખદુઃખ
સ્પર્શી શકતાં નથી. બીજા શબ્દોમાં કહીએ તે તે સુખદુઃખને જીવનમાં મહત્ત્વ આપતા નથી, દેહના વિકારેને વશ થતો નથી.
ગીતાને પાંચમે મહત્ત્વને ઉપદેશ એકેશ્વરવાદ અને અવતારવાદને છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારાથી પર એવું જગતમાં કંઈ જ નથી. હું સર્વત્ર છું. મનુષ્યની બુદ્ધિ, બળ, તેજ, સર્વ મારા વડે છે માટે તું મને જાણ. ગીતામાં કહ્યું છે કે જ્યારે જગત ઉપર પાપ વધી પડે છે ત્યારે દુષ્ટને વિનાશ માટે અને ધર્મના રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. જગતને ઈતિહાસ જોતાં જણાય છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપાચરણ વધ્યું છે ત્યારે પાપીઓના નાશ માટે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈસુ, ગાંધીજી જેવી મહાન વિભૂતિઓ પાકી છે. તેમનાં સત્કર્મોથી માનવસંસ્કૃતિ નિર્મળ બની છે.
ટૂંકમાં ગીતાને ઉપદેશ સનાતન છે. સર્વગ્રાહી છે. જીવનને વિકાસના દરેક ક્ષેત્રમાં તે ઉપયોગી નીવડે છે. તેમાં માનવીના શુદ્ધ આચારની ઉતમ ચર્ચા કરેલ છે. તે યુગે યુગે સમગ્ર માનવસમાજને પ્રેરણા આપે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પિતાના ગીતાદર્શન નામના ગ્રંથમાં જણાવે છે કે “ભગવદ્દગીતા એક એ ગ્રંથ છે કે જેણે જમાનાઓ થયા આપણું કરેડો ભાઈઓને આત્માની શાંતિ અને આશ્વાસન આપ્યાં છે.” જગતના અનેક માનવીઓએ તેમાંથી પ્રેરણા મેળવી આ ગ્રંથના મુક્તકંઠે ગુણગાન ગાયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org