________________
ભારતીય ધર્મો પર પશ્ચિમની સંસ્કૃતિની અસર
૨૨૫ જેમ જેમ ભારતમાં પશ્ચિમની સંસ્કૃતિની અસર વધતી ગઈ તેમ તેમ ભારતને યુવાવર્ગની માન્યતાઓ' અને 'આકાંક્ષાઓમાં ફેરફાર થવા લાગ્યા. તે હિંદુધર્મથી વધારે ને વધારે વિમુખ બનવા લાગે. બ્રહ્મસમાજે અને પ્રાર્થના સમાજની પ્રવૃત્તિઓમાં તેમને ખ્રિસ્તી ધર્મની અસર વર્તાવા લાગી. આર્ય સમાજની. ખંડનાત્મક પ્રવૃત્તિઓથી તેમને સંતોષ ન થયે. આવી સ્થિતિમાં મેડમ પ્લેટસ્કી. અને લકેટે થિયોસોફિકલ સોસોયટીની સ્થાપના કરી. આ સંસ્થાને મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મ અને વિદ્યાના અભ્યાસ દ્વારા સનાતન ધર્મનાં સર જેવાં કે. વિશ્વબંધુત્વ, સર્વધર્મ સમભાવ, ચિતન્યને સ્વીકાર વગેરે વિકસાવવાને હતો. શરૂઆતમાં આ સંસ્થાની પ્રવૃત્તિને ચગ્ય વિકાસ ન થયા, પણ જ્યારે શ્રીમતી એની બેસન્ટે તેનું નેતૃત્વ સ્વીકાર્યું ત્યારે તે સંસ્થા લોકપ્રિય બની. આ સંસ્થાએ ભારતમાં સ્વધર્મ માટે મમત્વની લાગણી પેદા કરી. ભારતીય પ્રજાનું જીવન ઉન્નત અને સંસ્કારી બને એ માટે પ્રચારકાર્ય શરૂ કર્યું.
આ સંસ્થાઓની સાથે સાથે સ્વામી વિવેકાનંદે પણ ભારતીય પ્રજામાં ધાર્મિક ચેતના લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યું. હિંદુધર્મ ઉપરનાં તેમણે શિકાગોની પરિષદમાં આપેલાં વ્યાખ્યાનેથી દેશ અને વિદેશી પ્રજામાં હિંદુધર્મ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવાની તમન્ના જાગી. આનાથી હિંદુધર્મની પુનર્રચનાના કાર્યને વેગ મળે. સ્વામી રામતીર્થે પણું વિવેકાનંદની માફક પરદેશોમાં વ્યાખ્યાને આપી હિંદુ ધર્મનું હાર્દ સમજાવવા સક્રિય પ્રયને ક્ય. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસે અશ્રદ્ધાળુ અને નવશિક્ષિત યુવકને ઈશ્વરના અસ્તિત્વની પ્રતીતિ કરાવી અનેક યુવાનોમાં હિંદુધર્મ માટે શ્રદ્ધા અને પ્રેમ જગાડયાં.
આમ પશ્ચિમની સંસ્કૃતિને ભારતમાં વ્યાપ વધતાં ધર્મના ક્ષેત્રો નેધપાત્ર ફેરફાર થયા. નવશિક્ષિત યુવાનોમાં ધાર્મિક મતભેદે તથા ધર્મના ક્ષેત્રો ચાલતાં પાખંડે દૂર કરવાની મહત્ત્વાકાંક્ષા જાગ્રત થઈ. સમગ્ર હિંદુ સમાજ શુદ્ધ ધર્મથી વિમુખ હતા પણ પશ્ચિમના પરિચયે તેનામાં મૂર્તિપૂજા, વિવિધ સંપ્રદાય, ધાર્મિક માન્યતાઓ વગેરેને ચકાસવાની સાચી સમજ આવી.
પશ્ચિમની સંસ્કૃતિએ ભારતીય પ્રજાના ધર્મને સુધાર્યો એવું નથી. એણે નવશિક્ષિત વર્ગમાં પિતાના રાષ્ટ્રધર્મ કે જાતિધર્મ વિશે અશ્રદ્ધા પ્રગટાવી. પિતાને ખે પ્રભાવ ફેલાવી તેમની રાષ્ટ્રિય અસ્મિતા ઘટાડી દીધી, જ્યારે પશ્ચિમની, પ્રજાએ ઈતર ધર્મેને આ પ્રમાવ ઝીલી પિતાની ધાર્મિક સંસ્કૃતિને ભાગ્યે જ ઉવેખ કે વિસારી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org