________________
૨૨૩
ભારતીય ધર્મો પર પશ્ચિમની સંસ્કૃતિની અસર લાગ્યા. ઘણું યુવાનોએ પિતાના નામમાં અંગ્રેજીકરણ દાખલ કર્યું. યુવાને ખાનપાનની બાબતમાં ધર્મનાં બંધનેને ત્યાગ કરવા લાગ્યા.
પશ્ચિમની સંસ્કૃતિએ ભારતમાં પ્રચલિત કેળવણીનું માળખું બદલી નાખ્યું. અભ્યાસના વિષયે, દષ્ટિ અને પદ્ધતિ બદલાયાં. પ્રાચીન કેળવણું ઉપર ધર્મની જે પકડ હતી તે નાશ પામી, પશ્ચિમની પ્રજાએ જે નૂતન જીવન આદર્શો વિકસાવ્યા હતા તેનું અકિર્ષણ ભારતમાં વધવા લાગ્યું. ગ્રીક અને લેટીન સાહિત્યના અભ્યાસ અને વિવિધ ક્ષેત્રે વિકસી રહેલા વિજ્ઞાને ભારતીય પ્રજાને ધર્મનીતિના પ્રશ્નોને સમજવાની નવી દૃષ્ટિ આપી. આના પરિણામે સર્વગ્રાહી ધર્મભાવનાની ખેજ શરૂ થઈ.
હિંદુધર્મ એ સત્ય અને એકેશ્વરવાદના પાયા પર રચાયેલે ધર્મ હોવા છતાં તેમાં પ્રચલિત મૂર્તિપૂજા અને વિવિધ દેવવાદની ભાવનાથી અનેક દૂષણે પેદા થયાં છે, તેને પ્રજાને ખ્યાલ આવવા લાગ્યો. આના પરિણામે ભારતમાં ધાર્મિક સુધારણની ભાવનાએ વેગ પકડ્યો.
ખ્રિસ્તી મિશનરીઓએ અંગ્રેજી ભાષાના શિક્ષણની સાથે સાથે શાળાઓમાં બાઈબલ અને ખ્રિસ્તી ધર્મના અભ્યાસને વિકસાવવા માંડ્યો. તેનાથી આકર્ષાઈ અનેક હિંદુ ખ્રિસ્તી બનવા લાગ્યા. આ પરિસ્થિતિ અટકાવવા રાજા રામમોહન રેય જેવા વિદ્વાને જાગ્રત થયા. હિંદુઓને ખ્રિસ્તી બનતા અટકાવવા રાજા રામમોહન રયે ભારતના સર્વ ધર્મો અને અગત્યનાં ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરી બ્રાહ્મધર્મની સ્થાપના કરી. તેમણે ખ્રિસ્તી ધર્મને ખ્યાલમાં રાખી વેદને હિંદુધર્મને આધારભૂત ગ્રંથ માને, પણ તે ઈશ્વર પ્રણીત છે એ વાતને અસ્વીકાર કર્યો. તેમણે મૂર્તિ પૂજાને વિરોધ કરી એકેશ્વરવાદની ભાવને વિકસાવવા પ્રયત્ન કર્યા. આ કાર્યમાં શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર વગેરેને તેમને સુંદર સહકાર મળ્યો. તેમના કાર્યને આ વિભૂતિઓએ આગળ વધાયું.
આ બ્રાહ્મધર્મ ધીરે ધીરે બ્રહ્મોસમાજ તરીકે ઓળખાવા લાગ્યો. તેના પાયાના સિદ્ધાંતોમાં બ્રહ્મ, એકેશ્વરવાદ, સત્ય, ભક્તિ વગેરે હિંદુધર્મનાં મહત્ત્વનાં તોને સમાવેશ થયેલ છે.
બ્રહ્મસમાજની અસર ધીરે ધીરે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાવા લાગી. મુંબઈમાં આ કાર્યને આગળ વધારવા બ્રહ્મસમાજના સિદ્ધાંતને નજર સમક્ષ રાખી દબા પાંડુરંગ અને તેમના સાથીઓએ “પરમહંસ” મંડળીની સ્થાપના કરી. આ મંડળીને મુખ્ય ઉદ્દેશ મૂર્તિપૂજાને નિષેધ અને એકેશ્વરવાદના સ્વીકાર સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org