________________
-૨૨૨
ભારતીય ધર્મો પશ્ચિમની સંસ્કૃતિની ભારતીય ધર્મો પર અસર
અંગ્રેજો ભારતમાં સત્તા સ્થાને આવતાં ભારતીય પ્રજાને યુરોપીય પ્રજા સાથેને સંપર્ક વધે. વહીવટી ક્ષેત્રમાં સરળતા થાય એ માટે અંગ્રેજોએ ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત કરી. આમાં ભારતના સમાજસુધારક રાજા રામમેહન રોય, દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્રસેન વગેરેને સાથ મળ્યો. ધીરેધીરે પ્રજામાં અંગ્રેજી ભાષાનું અકિષણ વધવા લાગ્યું. કઈ પણ સમાજમાં નવી વસ્તુ એકદમ સ્વીકારાતી નથી, પણ ધીરે ધીરે તેનું મહત્વ સમજાતાં પ્રજ તેને અપનાવે છે. શરૂઆતમાં એકલા પડી જવાની બીકે ઘણું લકે એ જોખમ લેવા તૈયાર થતાં નથી, પણ ધીરે ધીરે તેને લાભ જણાતાં તેના રંગે રંગાય છે. ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ વિશે પણ એમ જ બન્યું. શરૂઆતમાં અંગ્રેજી શિક્ષણ પ્રત્યે ઘણા ભારતીયો નફરતની દષ્ટિએ જોતા હતા, પણ જેમ જેમ માનવીને તેના લાભ વર્તાતા ગયા તેમ તેમ તેને ઝડપથી સ્વીકાર થતે ગયે.
ભારતમાં સ્મૃતિઓએ આપેલી ધર્મભાવના અને તેમણે નિમેલી સમાજ-વ્યવસ્થા સદીઓ સુધી પ્રભાવશાળી રહ્યાં. મુસલમાનોને સંપર્ક પછી પણ તેમાં નોંધપાત્ર ફેરફાર ન થયા, પણ ઓગણીસમી સદીમાં પશ્ચિમની સંસ્કૃતિને સંપર્ક વધતાં ભારતીય ધર્મોમાં પ્રવર્તતી રૂઢિચુસ્તતા અને સંકુચિતતાને પ્રજાને ખ્યાલ આવ્યું. તેણે ભારતમાં પ્રચલિત અંધશ્રદ્ધા, અજ્ઞાનતાનાં દર્શન કરાવ્યાં. તેનાથી -ભારતમાં નવજાગૃતિ આવી. ધર્મ અને સમાજસુધારણાની ચળવળ શરૂ થઈ.
પશ્ચિમની સંસ્કૃતિની અસરને લીધે ભારતીય પ્રજામાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા સામાજિક અને ધાર્મિક રીતરિવાજોને ચકાસવાની નૂતન દૃષ્ટિ આવી. તેનાથી ભારતીય પ્રજાને ધર્મોમાં પ્રચલિત અનિષ્ટોનું સાચું સ્વરૂપ સમજાયું. સમાજમાં ધર્મના નામે જે પાખંડે અને અત્યાચારો (સતીપ્રથા જેવા) ચાલતાં હતાં તેનું પ્રત્યક્ષ ભાન થયું, સમાજમાં ધાર્મિક અને સામાજિક ક્રાંતિ સર્જાઈ. આમાંથી પ્રજામાં રાષ્ટ્રીય ચેતના જાગી. પ્રજાને પોતાની ગુલામીને ખ્યાલ આવતાં સ્વતંત્ર થવાની તમન્ના જાગી.
ધીરે ધીરે ભારતીય સમાજમાં અંગ્રેજી શિક્ષણને વ્યાપ વધતાં પશ્ચિમની સંસ્કૃતિની અસર વર્તાવા લાગી. સહુ પ્રથમ તેની અસરથી પ્રજાનાં ખોરાક, પહેરવેશ અને રીતભાતમાં ઝડપી પરિવર્તન આવ્યું. અંગ્રેજી શિક્ષણ પામેલા ઘણું યુવાને ને પ્રાચીનકાળથી ચાલી આવતી વડીલેને નમસ્કાર કરવાની પદ્ધતિ શરમજનક લાગી. તેઓ મિત્ર સાથે “Good Morning' સંબંધનથી વ્યવહાર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org