________________
ખ્રિસ્તી ધર્મ
૨૦૫.
પ્રચાર શરૂ કર્યો. આના પરિણામે ગુજરાતમાં ખાસીવાડા (જિ. ખેડા), રાણીપુર (જિ. ખેડા), વાલેસપુર (જિ. ખેડા), ભાલેજ (જિ. ખેડા), કેરીપુર (બોરસદ પાસે, જિ. ખેડા), અરેઠ (જિ. સુરત), ખંભાત, બોરસદ, આણંદ, ઝાલોદ (જિ. પંચમહાલ), અંકલેશ્વર, જામનગર, જૂનાગઢ, દાહોદ, પેટલાદ, વ્યારા, વલસાડ, અમદાવાદ વગેરે સ્થળોએ ખ્રિસ્તી વસહિત સ્થપાઈ.
આના પરિણામે ગુજરાતના ગામડાંની નીચલા વર્ગની વસ્તી ધીરેધીરે પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાવા લાગી. તેમણે આદિવાસી પ્રજાનાં વસવાટનાં સ્થાનમાં શાળાઓ સ્થાપી, દેવળે બાંધ્યાં. શાળાઓ દ્વારા તેમનામાં કેળવણીને પ્રચાર વધે. શાળાઓ સાથે તેમણે ખ્રિસ્તી વસાહત માટે સારાં મકાન અને સાધનસંપન્ન દવાખાનાં શરૂ કર્યા. આથી આદિવાસી પ્રજાઓના સમાજજીવનમાં ક્રાંતિકારી ફેરફાર થવા લાગ્યા. તેઓ ખ્રિસ્તી ધર્મગુરુઓને પિતાના ઉદ્ધારક તરીકે પૂજવા લાગ્યા. ખ્રિસ્તી પાદરીઓએ સ્થાપેલાં દવાખાનાં, અનાથાશ્રમો, શાળાઓ, સ્થાનિક પ્રજા માટે આશીર્વાદ સમાન બન્યાં. આના પરિણામે આદિવાસી પ્રજાને વિશાળ વર્ગ હિંદુઓને દુશ્મન બને. સમાજમાં ઘણું સુધારક મંડળ અસ્તિત્વમાં આવ્યાં.
ટેકમાં પ્રાચીનકાલથી શરૂ કરીને છેક અર્વાચીનકાલની વીસમી સદી દરમ્યાન ભારતમાં ખ્રિસ્તી ધર્મ વ્યાપક પ્રમાણમાં વિસ્તર્યો. ખ્રિસ્તી ધર્મગુરુઓનું મુખ્ય કાર્યક્ષેત્ર ભારતમાં વસતી આદિવાસી પ્રજા વચ્ચે હતું. તેમણે ભારતના સવર્ણો, અંત્યજો તથા આદિવાસી પ્રજા તરીકે ઓળખાતી પ્રજા વચ્ચેના સંબંધનું સ્વરૂપ ઓળખી જઈ સમાજની તિરસ્કૃત જાતિની લાગણીઓને બહેકાવી ધર્માન્તર. પ્રવૃત્તિ આદરી. તેમાં અંગ્રેજ શાસનને સંપૂર્ણ સાથ મળ્યો. તેના પરિણામે ભારતના પછાત વર્ગના લોકોએ પ્રેમથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો.
- ઓગણીસમી સદીમાં ભારતમાં ખ્રિસ્તી ધર્મનાં વિવિધ પ્રચારક મંડળે ભારતમાં ધર્મ પ્રચારનું કાર્ય કરતાં હતાં. આ સમયે રોમન કેથલિક સંપ્રદાયના ધર્મગુરુઓ. બંગાળ અને ગુજરાના આદિવાસી ક્ષેત્રોમાં સક્રિય કાર્ય કરતા હતા. રોમન સંપ્રદાયના કામે લાઈટ. સંઘના કેટલાક પાદરીએ ગુજરાતના આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં ઈ. સ. ૧૮૫૮ સુધી ધર્મ પ્રચારનું કાર્ય કરતા. ઈ. સ. ૧૮૫૮થી ૧૮૬૯ સુધી જેઈટ સંઘના અને ઈ. સ. ૧૮૬૯ પછી કઈ પણ સંધ સાથે સંકળાયેલ ન હોય તેવા પાદરીઓ ધર્મપ્રચારનું કાર્ય કરતા હતા. તેઓ. ધર્માન્તરને વિશેષ મહત્ત્વ આપતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org