________________
૧૮૭
ઈસ્લામ ધર્મ
બંગાળમાં ખુશીવિશ્વાસી, સાહેબધની, રામવલ્લભી, બલરામી, ન્યાડા, સહજી, બાઉલ, દરવેશ, સંગી, જદુપતિયા વગેરે પંથે ઉપર હિંદુઓના નાથમત, સહજમત, નિરંજનમત તથા ઈસ્લામને ભારે પ્રભાવ જોવા મળે છે. આ બધા જાતિ પંક્તિ પ્રતિમા, કે શાસ્ત્રને માનતા નથી. તેમનામાં હિંદુ કે મુસલમાનના નામે પણ કઈ વાદવિવાદ નથી. ડેરા ગાજીખાંનું સરવરતીર્થ હિંદુ, મુસલમાન અને શીખનું તીર્થધામ બન્યું છે. બંગાળમાં સત્યપર સત્યનારાયણ બંને કોમના માન્યદેવ બન્યા છે.
બંગાળને બાઉલ વર્ગ ગાનતાનમાં મસ્ત રહી પરમતત્ત્વની શેધ કરે છે. તેઓ બાહ્ય બંધને સ્વીકારતા નથી. પરંપરાથી ચાલ્યા આવેલા રીતરિવાજોને, જાતિભેદનાં બંધનેને ત્યાગ કરે છે. સૂફી લેકે જેને “ફના” કહે છે કે વૈણ જેને જીવમુક્ત” કહે છે એવી અવસ્થાને તેઓ આવકારે છે. તેઓ નથી હિંદુ કે નથી મુસલમાન, સામાન્ય રીતે બાઉલ ભક્તો સંસારથી વિમુખ રહીને ઈશ્વરની ભક્તિમાં લીન થઈ જતા હતા. ' ઉત્તર પ્રદેશમાં પ્રચલિત કબીરપંથમાં પણ માનવામાં આવે છે કે માનવી એ પ્રથમ માનવી છે પછી હિંદુ કે મુસલમાન. કબીરના શિષ્યવૃંદમાં હિંદુ અને મુસલમાન બંનેને સમાવેશ થયેલ છે.
આમ મધ્યકાલમાં ધાર્મિક ક્ષેત્રે હિંદુ અને મુસ્લિમની એકતા સાધવાના અનેક સંતોએ પ્રયત્ન કર્યા હતા. આના પરિણામે ભારતમાં હિંદુમુસ્લિમના ભેદેને ગૌણ બનાવતા વિવિધ સંપ્રદાયે અસ્તિત્વમાં આવ્યા. આ સર્વ સંપ્રદાય મૂર્તિ પૂજા કે સાંપ્રદાયિકતાના બંધનાથી પર છે. તેઓ કેવળ ગુરુમહિમા અને પરમતત્વની ઉપાસનામાં મસ્ત રહે છે. સાહિત્ય
આરબ વિદ્વાનોએ જ્યોતિષ, ઔષધ, દર્શનશાસ્ત્રો વગેરેને અભ્યાસ હિંદુઓ પાસેથી કર્યો. ઘણા હિંદુ શાસ્ત્રીઓએ ખગોળ અને વૈજ્ઞાનિક 2 થના પારિભાષિક શબ્દ આરબ પાસેથી મેળવ્યા છે. અક્ષાંશ-રેખાંશના હિસાબ, પંચાંગની કેટલીક બાબતે, તેજાબ અને કેટલીક રસાયણ પદ્ધતિઓ વિશેની માહિતી હિંદુઓએ આરબ પાસેથી મેળવી. અભેરુનીએ સંસ્કૃત ભાષાને અભ્યાસ કરી કેટલાક સંસ્કૃત ગ્રંથનું અરબીમાં ભાષાંતર કર્યું. દારા શિકોહ જેવાએ ઉપનિષદના ગ્રંથ ફારસીમાં ઉતાર્યા. ઘણું મુસ્લિમ લેખકેએ ભારતની પ્રાદેશિક ભાષામાં ઉત્તમ રચનાઓ કરી છે. મુસ્લિમકાલ દરમ્યાન ફારસી રાજભાષા બનતાં ઘણું હિંદુઓએ ફારસીને અભ્યાસ કરી ફારસી ગ્રંથે રચ્યા છે. આમાં નાગર બ્રાહ્મણને ફાળે વિશેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org