________________
૧૭૬
ભારતીય ધર્મો ભારતમાં હિંદુમુસ્લિમ સંસ્કૃતિને સમન્વય
ભારતના ઘણું ઈતિહાસવિદેશમાં ઈસ્લામની હિંદુ સંસ્કૃતિ પર અસર અને હિંદુ સંસ્કૃતિની મુસ્લિમ સમાજ પર અસર વિશે મતભેદે છે. તેમ છતાં ઈતિહાસ સાક્ષી પૂરે છે કે મુસ્લિમ અને ભારતીય સંસ્કૃતિ એકબીજાની અસરથી મુક્ત રહી શક્યાં નથી. અનેક રીતે બંને વચ્ચે સમન્વય સધા છે. આ સમન્વય રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને કલાના ક્ષેત્રમાં થયેલો જોવા મળે છે.. રાજકીય
રાજકીય ક્ષેત્રે મધ્યકાલમાં છિન્નભિન્ન થયેલા ભારતને મુસ્લિમ સુલતાનોએ વ્યવસ્થિત વહીવટી તંત્ર આપ્યું. આ વહીવટી તંત્રના ઘણું વિભાગે અંગ્રેજોએ પણ અપનાવ્યા. સામ્રાજ્યને અનેક પ્રાંતમાં વહેંચી નાખી તેના પર સૂબાઓ નીમવામાં આવતા. પ્રાંતને નાના એકમોમાં વહેંચી નાખી તેને જુદા જુદા અધિકારીઓના હાથ નીચે મૂકવામાં આવતા. આમ નાનામાં નાના એકમ તરફ પણ બાદશાહ ધ્યાન આપી શકતા. ખેતી અને વેપારને સંપૂર્ણ રક્ષણ આપવામાં આવતું. ન્યાયનું કાર્ય કાછ કરતો. જુદાં જુદાં ખાતાઓમાં જે જે હોદેદાર હતા તેનાં નામ ભવિષ્યમાં કામ કરનારી અટકમાં ફેરવાઈ જતાં. આજે પણ હિંદુ સમાજમાં એવી અટકે જળવાઈ રહી છે. દા.ત. મુનશી, પટવારી, ફોજદાર, મજમુદાર, કાનૂનગો, કાછ વગેરે. મુસ્લિમકાલ દરમ્યાન ભારતના દૂર દૂરનાં ભૌગોલિક એકમેને એક વિશાળ સામ્રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા.
રાજ્યની મહત્વની જગાઓ ઉપર મોટે ભાગે મુસલમાનોને નીમવામાં આવતા. હિંદુઓ તરફ નેકરીની બાબતમાં ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવતી હોવા છતાં કેટલેક ઠેકાણે અગત્યની જગાઓ હિંદુઓને સોંપાયાના દાખલા ઈતિહાસમાં મળી આવે છે. હલદીઘાટની લડાઈ વખતે રાણું પ્રતાપ અને અકબરનાં સૈન્યમાં બંને કેમના સૈનિકોને સમાવેશ થયેલ હતો. અકબરને સેનાપતિ રાજા માનસિંહ હતા. કહેવાય છે કે શિવાજી મહારાજ સ્વામી રામદાસના પરમભક્ત હોવા છતાં તેમના સમકાલીન મુસ્લિમ સંત ગુરુ કલશીને અત્યંત આદર કરતા. તેમણે જીતેલા મુસ્લિમ રાજવીના જનાના તરફ હંમેશાં આદરભાવ બતાવ્યું છે.
મુઘલ બાદશાહ ઔરંગઝેબની ધાર્મિક નીતિ હિંદુઓ વિરુદ્ધની હોવા છતાં બનારસમાં પોતાની શાહી સવારીમાં એક હિંદુ રાણીની બેઈજ્જતી અહીંના લેકે મારફતે થતાં ગુનેગારોને તેણે સખત સજા કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org