SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસ્લામ ધર્મ હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખધર્મ ભારતમાં ઉદ્ભવેલા અને પ્રસરેલા ધર્મો છે. ભારતમાં એ ઉપરાંત અન્ય દેશમાં ઉદ્ભવેલા ધર્મો પણ વહેલામોડા થડાઘણું પ્રમાણમાં પ્રચલિત થયા. તેમાં ખ્રિસ્તી, જરથોસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મ નોંધપાત્ર છે. આ ધર્મો શરૂઆતમાં તે તે ધર્મના જે આંગતુક અનુયાયીઓ ભારતમાં આવી વસ્યા તેઓમાં પ્રચલિત હતા, પરંતુ સમય જતાં ખ્રિસ્તી અને ઇસ્લામના અનુયાયીઓએ ભારતના વતનીઓમાં પણ પોતાને ધર્મ ફેલાવવાને પ્રયત્ન કર્યો ને તેઓ પોતાને અસલ ધર્મ ત્યજી આ આગંતુક ધર્મ અંગીકાર કરે તે માટે વિવિધ ઈલાજ આદરવા લાગ્યા. પરિણામે ભારતમાં ભારતીય મુસ્લિમો અને ભારતીય ખ્રિસ્તીઓની વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં વધી જ્યારે જરથોસ્તીઓ અને યહૂદીઓની સંખ્યા તે તે સંપ્રદાયના મૂળ અનુયાયીઓની કુલ પરંપરામાં જ સીમિત રહી. આમ ભારતમાં પ્રસરેલા આ આગંતુક ધર્મોને આપણે આ દષ્ટિએ અવલોકવી જોઈએ ? ભારતમાં ઇસ્લામને પ્રસાર ભારતમાં ઇસ્લામનું આગમન આરબ દ્વારા થયું. ભારત ઘણું પ્રાચીન સમયથી ' અરબસ્તાન સાથે વેપારી સંબંધ ધરાવતું હતું. ભારતના પશ્ચિમી બંદરો સાથે અરબસ્તાનને ધીકત વેપાર ચાલતા હતા. શરૂઆતમાં આરબનું ભારતીય પ્રત્યેનું વલણ ઘણું જ મૈત્રી ભર્યું અને માયાળુ હતું. આરબનાં ધર્મસ્થાને ભારતમાં રચવામાં ભારતના રાજવીઓએ મંજૂરી આપી હતી, પણ આરબોએ જ્યારથી ઈસ્લામને સ્વીકાર કર્યો ત્યારથી તેમના ભારત પ્રત્યેના વલણમાં ઘણે ફેરફાર થયું. તેમણે રાજકીય વિજય મેળવીને ધર્માંતરની પ્રવૃત્તિ આદરી. ઇસ્લામને ફેલા તેઓ તલવારની અણીથી કરવા લાગ્યા. શરૂઆતમાં તેમણે ભરૂચ, સિંધ, દેબલની ખાડી તથા બલુચિસ્તાન વગેરે જીતવા પ્રયત્ન કર્યો, પણ તેમાં તેઓ ફાવ્યા નહિ. આમ છતાં તેમણે પ્રયત્ન ચાલુ રાખ્યા. છેવટે વેપારીઓની ભલમનસાઈને તથા રાજકીય નબળાઈને લાભ લઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy