SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શીખધર્મ ૧૫૩ નાનકે આજીવન સતનામ અને સત-કરનાર (સત્ય ઈશ્વર છે) એ નામને પ્રચાર કર્યો. જેનું પાછળથી “સંત શ્રી અકાલ રૂપાંતર થયું. અને એ રીતે તેમણે - શીખધર્મને પાયે નાખે. ટૂંકમાં ગુરુ નાનકના ઉપદેશમાં કઈ પણ જગ્યાએ સાંપ્રદાયિકતા દેખાતી નથી. પણ માનવધર્મ ટપકતા જોવા મળે છે. તેમને માર્ગ એટલે સત્યને માર્ગ અને આથી જ હિંદુ અને મુસલમાન દરેકને પ્રિય એવા નાનક હિંદુઓના ગુરુ અને મુસલમાનના પીર તરીકે ઓળખાય છે. તેમણે રામ અને રહીમ એક છે એ ભાવને પ્રજામાં જાગ્રત કરી સાચી અને યોગ્ય રીતે હિંદુધર્મ અને ઇસ્લામને સમવય સાધવાને પ્રયત્ન કરેલ છે. શીખધર્મની ગુરુ પરંપરા ગુરુ અંગદ ગુરુ નાનક પછી તેમની વિચારધારાને બીજા નવ ગુરુઓએ ચાલુ રાખી અને શીખધર્મને વ્યવસ્થિત કર્યો. ગુરુ નાનક પિતાની પાછળ કઈ સંપ્રદાય મૂકી જવા માગતા ન હતા, પણ પોતાનું કાર્ય ચાલુ રહે એ હેતુથી ગુરુગાદી પોતાના શિષ્ય લહનાને આપી તેનું નામ “અંગદ' રાખ્યું આથી અંગદ શીખધર્મના વિકાસમાં બીજા ગુરુ તરીકે જાણીતા છે. તેઓ પોતે અંત્યત સાદાઈથી રહેતા. તેમણે શીખોને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. ગુરુ નાનકે શરૂ કરેલ ગુરુ કા લંગર (ગુરુના રસેડે વિના મૂલ્ય ભોજન આપવાની) પ્રથા વ્યવસ્થિત કરી. આથી સમાજમાંથી ઊંચનીચના ભેદભાવ ધીરેધીરે દૂર થવા લાગ્યા. શીખોમાં ભ્રાતૃભાવ વધવા લાગ્યા. આ પછી ગુરુ અંગદે શીખ પ્રજાને પરમાત્માને પ્રાપ્ત કરવાના ઉપદેશની સાથે તેમને નિર્ભય અને મર્દ બનાવવા મરદાની રમતને પ્રચાર શરૂ કર્યો. તેમણે કુસ્તીનાં દંગલ ગોઠવી પ્રજાને કામ-ક્રોધને કેવી રીતે છતાં તેનું પ્રત્યક્ષ શિક્ષણ આપવા માંડયું. દેવનાગરી લિપિમાં પંજાબની જનતાને માફક આવે એ ફેરફાર કરી નવી ગુરુમુખી લિપિનું સર્જન કર્યું. આ લિપિમાં તેમણે ગુરુ નાનકવાણીને સંગ્રહ કર્યો. ગુરુ નાનકનું પ્રથમ ચરિત્ર “જન્મ સાખી' લખાવ્યું. મુઘલ બાદશાહ હુમાયુ પણ ગુરુ અંગદના કાર્યથી ઘણો જ પ્રભાવિત થઈ તેમને મિત્ર બન્યા હતા. તેમના વેવાઈ અમરદાસ તેમના પ્રથમ કક્ષાના શિષ્ય બન્યા હતા. તેમના કાર્યથી સંતેષ પામી ગુરુ અંગદે ઈ. સ. ૧૫૫રમાં તેમને ગુરુગાદી સોંપી દેહત્યાગ કર્યો. તેમની વાણી ગ્રંથસાહેબના બીજ મહોલ્લામાં સચવાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy