________________
આ સમ્યકત્વ ગુણ પ્રગટ્યા વિના કેઈ ગુણ પ્રગટ થત નથી, ધર્મનું આચરણ પણ યથાર્થ સ્વરૂપે થઈ શકતું નથી.
જ્ઞાન અને ચારિત્ર પણ મેક્ષ માર્ગના સાધક બની શકતા નથી. મોહનીય કર્મની ૬૯ કડાકોડીની સ્થિતિથી કંઈ વધારે ખપે અને કંઈક ન્યૂન કેડીકેડી સ્થિતિ બાકી રહે ત્યારે જ સમક્તિ આત્માને સ્પર્શે છે. ત્યાર બાદ આત્મ ગુણને ઉત્તરોત્તર વિકાસ થતાં જીવ સર્વ કર્મથી મુક્ત થઈ પરમાત્મ દશાને પામે છે. એ માટે આત્મ શુદ્ધિના–જીવન વિકાસના ૧૪ ગુણસ્થાનક છે. ગુણસ્થાનક એટલે આત્માના ગુણનું (જ્ઞાન-દર્શનચારિત્રનું) સ્થાન.
૧૪ ગુણસ્થાનક ૧ મિથ્યાત્વ ગુણસ્થાનક–આ અવસ્થામાં ગાઢ રાગ
દ્વેષના કારણે જીવને જીવનની સાચી દિશા સૂઝતી નથી. જેથી કરવાનું હોય તે ન કરે, અને ન કરવાનું હોય તે કરે છે. પણ કેઈ સલ્લુરૂને સત્સંગ થાય, અને રાગ-દ્વેષની ગ્રન્થીને ભેદ થાય પછી અંતમુહૂર્તમાં સર્વ પ્રથમ જીવ ઉપશમ સમ્યકત્વ રૂપ ૪ થા ગુણસ્થાને સ્પર્શે છે. ( કોઈ જીવ ૫-૬-૭
ગુણસ્થાનને પણ પામે. ) ૨ સાસ્વાદન ગુણસ્થાનક -- ઉપશમ સમ્યકત્વ પામેલા
જીવને કેઈ નિમિત્ત પામી પડે ત્યારે પહેલા મિથ્યા પહોંચતા જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા માટે સમ્યત્વનો સ્વાદ રહી જાય ત્યારે આ ગુણસ્થાનક આવે. ( આ ગુણસ્થાનક પડતાને જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org