SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પસમ્યકત્વને અલાભ અને સંસારની વૃદ્ધિ આ છે દેષ ઉત્પન્ન થાય છે. ( ૧૫ ) ગુરૂની સ્થાપના ગુરૂના અભાવે સ્થાપના અક્ષ - ૨વરાટક (કેડા) - કાષ્ઠ – ૪પુસ્ત (લેપ્ય કર્મ) – "ચિત્રકર્મમાં સ્થપાય છે. વર્તમાનમાં તે સ્થાપના સાધુ પરંપરાના મૂળ ગુરૂ “ શ્રી સુધમ ગણધરની” જાણવી. આ સ્થાપના સદ્દભાવ અને અસદુભાવ એમ બે પ્રકારની છે. વળી તે ઈસ્વર (અ૫ કાળની) અને યાવત્ કથિત (જ્યાં સુધી કાયમ રહે ત્યાં સુધીની) અક્ષ અને કોડામાં ગુરૂની સ્થાપના અભાવ જાણવી. ચંદનના કાઠમાં ગુરૂ સરખા આકાર બનાવી સ્થાપવા તે સદ્દભાવ સ્થાપના. તથા ચારિત્રના ઉપકરણ દાંડો-ઓ સ્થાપવા તે અસદ્દભાવ સ્થાપના. પુસ્તલેપ્ય કર્મ રંગ વિગેરેથી આલેખવી. અથવા પુસ્તક જ્ઞાનનું ઉપકરણ સ્થાપવું. ચિત્રકમ-પાષાણ ઘડીને યા કેરીને ગુરૂ મૂર્તિ બનાવવી. ઉપર કહેલી બંને પ્રકારની સ્થાપના ચાલુ ધર્મ ક્રિયા સુધી જ સ્થાપવી તે “ઈશ્વર સ્થાપના અને પ્રતિષ્ઠાદિ વિધિ પૂર્વક કરેલી સ્થાપના ક્યાં સુધી રહે ત્યાં સુધી “ચાવતુ કથિત સ્થાપના જાણવી. આ સ્થાપના સાક્ષાત્ ગુરૂ તુલ્ય ગણી તેની સાક્ષીએ ધર્મક્રિયા કરવી. ગુરૂની જેમ ગુરૂ સ્થાપનાની આશાતના ન કરવી. સાક્ષાત્ તીર્થકરને વિરહ હોય ત્યારે જિનેશ્વરની પ્રતિમાની સેવા સફલ થાય તેમ ગુરૂના અભાવે ગુરૂની સ્થાપના સમક્ષ કરેલી ધર્મક્રિયા પણ સફળ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy