SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ = ૪૮૪ : આવશ્યક મુક્તાવલીઃ વશમાં ખાસ શ્રી મલ્લિનાથ જિન દેવવંદન ચૈત્યવદન મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી; પ્રભાવતી જસ માવડી, ટલે કર્મ વયર, ૧ તાત શ્રી કુંભ નરેસ, ધનુષ્ય પચવીશની કાય; લંછન કલશ મંગલકર, નિર્મમ નિરમાય. ૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્યવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩ થાય મલ્લિ જિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે; ઇન્દ્રિય ગણ દમિયે, આણ જિનની ન કમી, ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વમીયે જિન ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. ૧ શ્રી મુનિસુવ્રત જિન દેવવંદન ચૈત્યવંદન મુનિસુવ્રત જિન વશમા, કચ્છપનું લંછન પન્ના માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ૧ રાજગૃહી નગરી ધણી, વિશ ધનુષ્ય શરીર, કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામ સમીર. ૨ ત્રીસ હજાર વરસતણું એ, પાલી આયુ ઉદાર; પદ્યવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. ૩ મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, વર્ગનાં સુખ જામે; દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મેહ ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિધામે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy