SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદને : ૪૮૩ ૧ શ્રી કુંથુનાથ જિન દેવવંદન ચૈત્યવંદન કુંથુનાથ કામિત દીયે, ગજપુરને રાય; સિરિ માતા ઉર અવતર્યો, સુર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણે, પ્રણમે ધરી રાગ. ૨ સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્યવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય. ૩ થાય કુંથુજિતનાથ, જે કરે છે સનાથ; તારે ભવપાથ, જે ગ્રહી ભવ્ય હાથ; એહને તજે સાથ, બાવલ દિયે બાથ તરે સુર નર સાથ, જે સુણે એક ગાથ. ૧ શ્રી અરનાથ જિન દેવવંદન ચૈત્યવંદન નાગપુરે અર જિનવરુ, સુદર્શન નૃપ નંદ દેવી માતા જનમીયે, ભવિ જન સુખકંદ. ૧ લંછન નંદાવનું, કાયા ધનુષહ ત્રશ; સહસ રાશી વરષનું, આયુ જાસ જગીશ. ૨ અજ અજર અજ જિનવરુ એ, પાયે ઉત્તમ ઠાણ; તસ પદ પવા આલંબતાં, લહીયે પદ નિવારણ. ૩ થાય અર જિનવર રાયા, જેહની દેવી માયા સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા; સમવસરણ વિરચાયા, ઈદ્ર ઇદ્રાણુ ગાયા. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy