________________
દેવવંદને
: ૪૭૯ :
રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન; પામ્યા તસ પદ પવને, નમતાં અવિચલ થાન. ૩
થાય વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદાસ, તીન ભુવનમેં વિખ્યાત, સુરપતિ સંઘાત, જાસ નિકટ આયાત, કરી કર્મને ઘાત, પામીયા મોક્ષ સાત. ૧ શ્રી વાસુપૂજ્ય જિન દેવવંદન
ચત્યવંદન. વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામવાસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ૧ મહિષ લંછન જિન બારમા, સિત્તર ધનુષ પ્રમાણે કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણ. ૨ સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પદ્ય વચન સુણી, પરમાનંદી થાય. ૩
થાય. વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામક્રોધાદિ વારી, તાર્યા નરનારી, દુઃખ દેહગ હારી; વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી. ૧ શ્રી વિમલનાથ જિન દેવવંદન.
ચૈત્યવંદન. કપિલપુર વિમલપ્રભુ, શ્યામા માતા મલ્હાર, કૃતવમાં નૃપ કુલ નભે, ઉગમી દિનકાર. ૧ લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાંતણું, આયુ સુખદાય [ સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org