________________
ખંડ ઓગણીશમો
ગહુંલીઓ ૧ ભગવતી સૂત્રની ગહેલી. (રાગ-પૂજના તે કીજે રે બારમા જિનતણી ૨) ભવિ તમે પૂજો રે ભગવતી સૂવને ૨, પૂજે હર્ષ અપાર; એ સાંભળતા અતિ સુખ ઉપજે રે, ન રહે રસને પાર. ભવિ. ૧ ગૌતમે પૂછ્યા રે અતિશય ભાવથી રે, પ્રશ્ન છત્રીસ હજાર; શ્રી મહાવીર પ્રભુ આપે ઉત્તરે રે, એ છે તત્વને સાર. ભવિ૦ ૨ ગુના મુખથી ભાવે સુણતા રે, ન રહે કર્મ લગાર; જે સુણે ભવિજન એકચિત્તથી રે, પામે ભવને પાર. ભવિ. ૩ તત્વત્રિયી રત્નત્રયી એહથી રે, પામીએ આપોઆ૫; જે ભવિજન ભાવે આરાધશે રે, પામશે સુખ અમાપ. ભવિ. ૪ પુરણ મૃતનો અર્થ ન પામીયા રે, શ્રી સ્થૂલભદ્ર મહારાય; જ્ઞાન ભણીને મદ નવિ કીજીએ રે, માનથી ભવમાં ભમાય. ભવિ. ૫ જિનાગમ પીસ્તાલીશ દેખતા રે, થાશે નિજાતમ ભાન; જ્ઞાન જ્ઞાનીની ભક્તિ ભાવથી રે, કરતા બેધ અમાન. ભવિ૦ ૬ ધન્ય પ્રભુછ આગમ તાહરા રે, દીધી અમને સાન; અપૂર્વ સાધન છે આગમતશું રે, તરવા ભોદધિ વહાણુ. ભવિ. ૭ ધન્ય પ્રભુજી શાસન તાહ રે, વારી જાઉં વાર હજાર; પ્રદીપ લેકાર એહ છે રે, હરવા હૃદય અંધાર. ભવિ. ૮ રહેશે યુગપ્રધાન પ્રભાવથી રે, એકવીશ વર્ષ હજાર; જે જે ભવિજન આરાધશે રે, જાશે શિવ મેઝાર. ભવિ૦ ૯ દેવગુરુ ધર્મ પસાયથી રે, લેશે ભવોદધિ પાર; આત્મકમલમાં લબ્ધિ પામશે રે, પ્રવીણ મહિમા અપાર. ભવિ૦ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW